Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

આર્ર્થિક સંકડામણથી કંટાળી લક્ષ્મીવાડીના નરેશે માલવીયા ચોકમાં ઝેરી પાવડર પીધા

રાજકોટ તા. ૧૩: લક્ષ્મીવાડીમાં રહેતાં નરેશ નટવરલાલ ચાવડા (ઉ.૩૪) નામનો યુવાન રાત્રીના સાડા બારેક વાગ્યે માલવીયા ચોકમાં ઝેરી પાવડર પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

એ-ડિવીઝનના પીએસઆઇ બી. કે. ભટ્ટ, ક્રિપાલસિંહ ઝાલા સહિતના નાઇટ પેટ્રોલીંગમાં હતાં ત્યારે યુવાન ચોકમાં પડ્યો હોઇ તપાસ કરતાં તેણે ઝેરી પાવડર પીધાનું જણાતાં પોલીસે જ હોસ્પિટલે ખસેડ્યો હતો. હોસ્પિટલ ચોકીના ડી. કે. ખાંભલા અને દિપસિંહ ચોૈહાણે એ-ડિવીઝનમાં જાણ કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ નરેશ ખવાસ કાર લે-વેંચનું કામ કરે છે. હાલમાં આર્થિક સંકડામણ ઉદ્દભવી હોઇ કંટાળીને ઘરેથી નીકળી જઇ આ પગલુ ભર્યુ હતું.

રસિકે મગજ ભમતો હોવાથી ઝેરી પાવડર પીધો

સહકાર રોડ ઘનશ્યામનગરમાં રહેતાં રસિક કાળુભાઇ દાણીધારીયા (ઉ.૨૯) નામના રિક્ષાચાલક બાવાજી યુવાને મગજ ભમતો હોવાથી ઝેરી પાવડર પી લેતાં સિવિલ હોસ્પિટલમાં

(3:39 pm IST)