Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

એરપોર્ટ રોડ ડિવાઈડર ઉપર ગુલાબી - જાંબલી કલરના વૃક્ષોનું વૃક્ષારોપણ

રાજકોટ : શહેરના એરપોર્ટ રોડ ઉપર આવેલ રવેચીધામથી ઘોઘા જકાતનાકા તરફ જતા રીંગ રોડના ડિવાઈડરના ગુલાબી તથા જાંબલી કલરના ફુલોવાળા ૫૧ વૃક્ષોનું વૃક્ષારોપણ દાસ પેંડાવાળાના સહયોગથી ગ્રીન સીટી દ્વારા નાખવામાં આવ્યા હતા. આ રોડના ડિવાઈડરમાં ગ્રીનસીટી દ્વારા કુલ ૨૦૦ વૃક્ષો ટ્રી ગાર્ડ સાથે નાખવામાં આવેલ. આ ઉપરાંત થોડા જ સમયમાં આ ડિવાઈડરમાં અમરજયોતિ શાળાના બાળકોના હસ્તે ૨૦૦ બોગમ વેલનું વૃક્ષારોપણ થનાર છે. આ વૃક્ષારોપણ દાસ પેંડાવાળા બૈજુભાઈ અને તેના પરિવારના સભ્યો દ્વારા કરવામાં આવ્યુ હતું. આ પ્રસંગે ગ્રીન સીટીના દેવેનભાઈ શેઠ ઉપરાંત અચ્યુતભાઈ મહેતા, કમલેશભાઈ શેઠ, જયંતભાઈ મહેતા, અલ્કાબેન મહેતા, ઝેક ઝાલા, અબ્બનસ, પરેશ શાહ તથા વર્ષીલ, આયુષી, દર્શ, બીરવ, તનીષા તથા તનય મહેતા હાજર રહ્યા હતા.

(1:15 pm IST)
  • હજયાત્રા પૂર્ણતાના આરેઃ શનિવારે સાઉદી અરેબીયાના માઉન્ટ અરાફાત પર શનિવારે રપ લાખ લોકો પહોંચ્યા access_time 3:48 pm IST

  • વિજય માલ્યાની મિલ્કતો જપ્ત કરવા વિરૂદ્ધ થયેલ અરજી ઉપર સુપ્રિમમાં સુનાવણી access_time 1:05 pm IST

  • સિક્કીમ ડેમોક્રેટિક ફ્રંટના ૧૦ વિધાયક બીજેપીમાં સામેલ : સિક્કીમનો મુખ્ય પક્ષ એસડીએફના ૧૦ વિધાયક આજે નવી દિલ્હીમાં બીજેપીમાં સામેલ થયાઃ પૂર્વ સીએમ પવનકુમાર ચામલિંગ સહિત ૪ અન્ય વિધાયકોને છોડીને બાકી રહેલા વિધાયકો બીજેપીમાં સામેલ થયાઃ સિક્કીમમાં હજુ સુધી ખાતુ નહિ ખોલી શકેલી બીજેપીના પાલામાં ૧૦ વિધાયકો થઈ ગયા access_time 4:07 pm IST