Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

મારામારી અને ચોરીમાં સામેલ ધવલ તથા પોપટસિંગ પાસા તળે જેલહવાલે

પોલીસ કમિશનરે વોરન્ટ ઇશ્યુ કરતાં ભકિતનગર પોલીસે બજવણી કરી

રાજકોટ તા. ૧૩: પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે વધુ બે શખ્સને પાસામાં મોકલી દીધા છે. મારામારીના ગુનામાં સામેલ અટિકા ઇન્ડસ્ટ્રીઝ એરિયા પરમેશ્વર-૭માં રહેતાં ધવલ મગનભાઇ મારૂ (લુહાર) (ઉ.૨૫)ને પાસા તળે અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ થયો છે. આ શખ્સ અગાઉ ૨૦૧૪માં પણ પાસાની હવા ખાઇ ચુકયો છે. આ ઉપરાંત તાળાની ચાવીઓ બનાવી આપવાના બહાને ઘરના કબાટોમાંથી રોકડ-દાગીના ચોરી કરતી ટોળકીના સાગ્રીત પોપટસિંગ ગોકુલસિંગ સિકલીગર (ઉ.૩૦-રહે. મુળ ગોદી રોડ સિંગલ ફળીયા દાહોદ)ને પણ અમદાવાદ જેલમાં ધકેલવા હુકમ થયો છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને દરખાસ્ત મળતાં તેણે મંજુર કરી વોરન્ટ ઇશ્યુ કર્યા હતાં. પાસા વોરન્ટ બજવણી અને દરખાસ્ત તૈયાર કરવાની કામગીરી પી.આઇ. વી. કે. ગઢવી, પી.આઇ. એસ.એન. ગડ્ડુ, પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, મહેન્દ્રસિંહ, મહેશભાઇ, રણજીતસિંહ, રસિકભાઇ ગઢાદરા,  દેવાભાઇ, વાલજીભાઇ, શૈલેષભઇ, રાહુલગીરી, રાજુભાઇ દહેકવાડ, અજયભાઇ શુકલા, ઇન્દ્રજીતસિંહ, હાર્દિક પીપળીયા સહિતે કરી હતી.

(11:31 am IST)
  • વડોદરા જવાનો માર્ગ ખુલી ગયો : સૌરાષ્ટ્રના વડોદરા જતા પ્રવાસીઓ માટે બગોદરાથી વટામણ ચોકડી તારાપુર ચોકડી થઇને જતો રસ્તો આજે ખુલી ગયો છે. સાબરમતી પુલ પરથી તારાપુર તરફ જવાય છે. જો કે આ રસ્તો આગળ ખરાબ હોવાનું અને બગોદરાથી થોડે આગળ ખેડા તરફના રસ્તે વડોદરા જવુ વધુ સુગમતા ભર્યું હોવાનું જાણકારો કહે છે. access_time 3:40 pm IST

  • હજયાત્રા પૂર્ણતાના આરેઃ શનિવારે સાઉદી અરેબીયાના માઉન્ટ અરાફાત પર શનિવારે રપ લાખ લોકો પહોંચ્યા access_time 3:48 pm IST

  • રાજકોટ મ્યુ.કોર્પોરેશનનાં જનરલ બોર્ડનો પ્રારંભઃ પ્રિ-મોન્સુન કામગીરી પ્રશ્ને તડાપીટ: ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૧૩ કોર્પોરેટરો દ્વારા કુલ ૬૩ પ્રશ્નો રજૂઃ પ્રથમ ભાજપનાં મનીષ રાડીયાનાં પ્રશ્નથી ચર્ચા શરૂ: મવડી બ્રિજ, સાધુ વાસવાણી રોડની લાયબ્રેરીનાં નામકરણ સહિતની ૮ દરખાસ્તો અંગે નિર્ણય access_time 11:21 am IST