Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

PGVCLના કાર્યપાલક ઇજનેર પ્રકાશ સૂચકને ભવ્ય નિવૃતિ વિદાયમાન અપાયુ

જુનિયર એન્જીનીયરથી શરૂ કરીને એકઝીકયુટીવ એન્જીનીયર (વર્ગ-૧) સુધીની ૩૮ વર્ષની સફળ અને બેદાગ કારકિર્દીને સમગ્ર સ્ટાફે ફુલડે વધાવી.

રાજકોટ તા. ૧ર : પીજીવીસીએલમાં કાર્યપાલક ઇજનેર (સિવિલ-વર્ગ-૧) તરીકે કોર્પોરેટ ઓફિસ રાજકોટ ખાતે ફરજ બજાવતા પ્રકાશ નટવરલાલ સૂચક તા. ૩૧/૭/ર૦૧૯ના રોજ વયમર્યાદાને કારણે નિવૃત થતા તેઓને પીજીવીસીએલના ચીફ એન્જીનીયર સહિતના મુખ્ય અધિકારીગણ તથા કર્મચારીગણ દ્વારા ભવ્ય વિદાયમાન અપાયંુ હતું.

૧૯૮૧ થી ગોંડલ મુકામે જુનિયર એન્જીનીયર (સિવિલ) તરીકે પીજીવીસીએલ (જીઇબી) માં પોતાની કારકિર્દી શરૂ કરનાર પ્રકાશભાઇ સૂચકે ર૦૦રમાં ડેપ્યુટી એન્જીનીયર તરીકે પ્રમોશન મેળવ્યું અને ત્યારબાદ ર૦૧૭માં એકઝીકયુટીવ એન્જીનીયર (સિવિલ-વર્ગ-૧) તરીકે પ્રમોશન મેળવ્યું હતું. તેઓએ આ સમય દરમ્યાન ગોંડલ, રાજકોટ, કચ્છ, સુરેન્દ્રનગર સહિતના સ્થળોએ સફળતાપૂર્વક કામગીરી બજાવી હતી. ર૦૧૭ થી તેઓ રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છની પણ જવાબદારી નિભાવતા હતા.

પ્રકાશભાઇ સૂચકના નિવૃતિ વિદાયમાનમાં પીજીવીસીએલના ચીફ એન્જીનીયર એચ.પી.કોઠારી, એડીશનલ ચીફ એન્જીનીયર્સ શ્રી માંડલીયા અને શ્રી ધામેલીયા, અધિક્ષક ઇજનેર (સિવિલ) કે.જે. ખાવડુ, ચીફ ફાયનાન્સ-મેનેજર શ્રી મજીઠીયા સહિતના સર્વે અધિકારીગણ તથા કર્મચારી ભાઇ-બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.ચીફ એન્જીનીયર એચ.પી. કોઠારીએ પોતાના ઉદ્દબોધનમાં પ્રકાશ સૂચકની બેદાગ અને ઉત્કૃષ્ટ કારકિર્દિને શબ્દોથી વધાવી લીધી હતી. પ્રતિભાવ આપતા પ્રકાશ સૂચકે પણ પોતે પીજીવીસીએલ તથા સમાજના કોઇપણ યોગ્ય કામ માટે આજીવન તત્પર રહેવાનો કોલ આપીને સમગ્ર પીજીવીસીએલ પરિવારનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સાથે-સાથે પોતાની સફળ કારકિર્દિમાં સ્વ.નટવરલાલભાઇ (પિતા) તથા સ્વ. શારદાબેન (માતા) અને કતેઓના ધર્મપત્નિ કલ્પનાબેન, પૂત્ર કેવલ તથા પુત્રી માનસી સહિતના તમામ પરિવારજનોનો સિંહફાળો હોવાનું જણાવ્યું હતું.અત્રે એ ઉલ્લેખનીય છે કે પ્રકાશભાઇ સૂચક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રથમ વર્ષ શિક્ષિત સ્વયંસેવક છે અને તેઓ રાજકોટ લોહાણા મહાજન, લોહાણા કર્મચારી મંડળ, જીઇબી સ્પોર્ટસ એન્ડ રીક્રીએશન કલબ સહિતની સંસ્થાઓ સાથે વર્ષોથી સંકળાયેલ છે. હાલમાં તેઓ લોહાણા યુવક મંડળના મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યા છે. નિર્વિધ્ને નિવૃત થતા તેઓ ઉપર (મો.૯૯રપર ૦૬૩પ૩) શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:31 am IST)
  • અલગાવવાદી નેતાઓને ૧ વર્ષ સુધી 'અંદર' રહેવું પડે તેવી શકયતાઃ નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાંથી ધરપકડ પામેલા અલગાવવાદી નેતાઓ વહેલી તકે છુટે તેવી શકયતા નથીઃ સંબંધિત અધિકારીઓનું માનીએ તો આ બધાને ૧ વર્ષ અંદર રહેવું પડશેઃ તંત્રએ છેલ્લા ૮ દિવસમાં ૭૦૦ લોકોની ધરપકડ કરી છે જેમાથી ૧૫૦ને દેશની વિવિધ જેલોમાં મોકલી દેવાયા છે જેમની ધરપકડ થઈ છે તેમાં ઉમર અબ્દુલ્લા, મહેબુબા મુફતી પણ સામેલ છેઃ જો કે મહેબુબાને હરિનિવાસ અને ઉમરને વન વિભાગના ગેસ્ટ હાઉસમાં રખાયા છે access_time 11:25 am IST

  • કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની વધુ એક ચાલ : ટીવી ચેનલો પર વિશેષ કાર્યક્રમોનું પ્રસારણ નહીં થાય : પાકિસ્તાની ચેનલો પર પ્રસારિત થતા ઇદના વિશેષ કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકયો access_time 3:57 pm IST

  • પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજા સમિતિઓને આવકવેરા વિભાગે નોટિસો ફટકારી ;તૃણમૂલ કોંગ્રેસે ધરણા શરુ કર્યા ;દુર્ગા પૂજા સમિતિઓને નોટિસ મોકલવાના વિરોધમાં તૃણમૂલ કોંગ્રેસ દ્વારા મધ્ય કોલકાતામાં આઠ કલાકના ધરણા access_time 1:10 am IST