Gujarati News

Gujarati News

News of Tuesday, 13th August 2019

કૃષ્ણએ દ્રોપદીને બહેન બનાવી

રક્ષાબંધનના દિવસે સવારે પ.૪૯ થી સાંજે ૬ વાગ્યા સુધી શુભ મુહુર્ત શુભ

૧પ ઓગસ્ટના દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ઉજવાશે. આ ભાઇ-બહેનના અતૂટ પ્રેમ અને એકબીજાની રક્ષા કરવાના સંકલ્પનો તહેવાર છે. રક્ષાબંધનનો તહેવાર સદીઓથી ચાલ્યો આવ્યો છે. હિન્દુઓ માટે આ તહેવારનું વિશેષ મહત્વ છે. રક્ષાબંધનના દિવસે બહેન ભાઇના હાથમાં રક્ષા સૂત્ર બાંધે છે.

હિન્દુધર્મમાં ઘણા તહેવાર આવે છે અને દરેક તહેવારનું પોતાનું આગવું મહત્વ હોય છે. અને દરેક તહેવારને લોકો ખૂબ જ ઉત્સાહથી મનાવે છે. આવો જ એક તહેવાર છે રક્ષાબંધન. રક્ષાબંધન એક એવો તહેવાર છે, જેની રાહ દરેક ભાઇ બહેનને ઘણી આતુરતાથી હોય છે. રક્ષાબંધનનો તહેવાર ભાઇ-બહેનનો પર્વ હોય છે. આ ખાસ દિવસે બહેન ભાઇના કાંડા ઉપર રક્ષાસૂત્ર બાંધીને તેની લાંબી ઉંમરની કામના કરે છે. અને ભાઇ બહેનને વચન આપે છે કે, તે તેનું જીવનભર રક્ષણ કરશે. આ તહેવારને મોટાભાગે હિંદુ ધર્મના લોકો ઉત્સાહપૂર્વક મનાવે છે. કારણ કે એક વખત ભગવાન કૃષ્ણએ રાજા શિશુપાલને માર્યો હતો. તે દરમિયાન કૃષ્ણને ડાબા હાથની આંગળીમાંથી લોહી નીકળવા લાગ્યું. તે જોઇને દ્રોપદી ઘણી જ દુઃખી થઇ ગઇ અને તેમણે પોતાની સાડીનો ટુકડો ફાડીને કૃષ્ણની આંગળી ઉપર બાંધી દીધો, જેથી લોહી વહેવાનું બંધ થઇ ગયું. ત્યારથી કૃષ્ણએ દ્રોપદીને પોતાની બહેન માની લીધી હતી. શ્રાવણ મહિનામાં ઘણા લાંબા સમય પછી ૧પ ઓગસ્ટના દિવસે ચંદ્ર પ્રધાન શ્રાવણ નક્ષત્રમાં સ્વતંત્રતા દિવસ અને રક્ષાબંધનના સંયોગ ઉભા થઇ રહૃયા છે. રક્ષાબંધન ઉપર આ વખતે રાખડી બાંધવાનું ઘણું લાંબુ મુહુર્ત છે. સવારે પ વાગીને ૪૯ મિનિટથી લઇને સાંજે ૬ વાગીને ૧ મિનિટ સુધીનું શુભ મુહુર્ત છે.

રક્ષાબંધન પંચાંગ અનુસાર

૧પ ઓગસ્ટને ગરૂવારે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવશે. રક્ષાબંધન અનુષ્ઠાનનો સમય-૦પ.પ૩ થી ૧૭.પ૮(05:53am થી 5:58pm). અપરાહન મુહુર્ત-૧૩.૪૩ થી ૧૬.ર૦ (1:43pm થી 4:20pm) પુનમ તિથિ શરૂઆત - (3:45 pm 14 ઓગસ્ટ). પુનમ તિથી સમાપ્ત - (5:58 pm ૧૫ ઓગસ્ટ). અને ભદ્રા સમાપ્ત - સૂર્યોદય પહેલા.

આ વખતે કેમ ખાસ છે રક્ષાબંધન

આ વખતે રક્ષાબંધનનો તહેવાર ગુરૂવારના દિવસે આવશે. જયોતિષ મુજબ ગુરૂવારનો દિવસ ગુરૂ બૃહસ્પતિને સમર્પિત હોય છે. પૌરાણિક માન્યતા મુજબ ગુરૂ બૃહસ્પતિએ દેવરાજ ઇન્દ્રને દાનવો પર વિજય પ્રાપ્તિ માટે ઇન્દ્રની પત્ની પાસેથી રક્ષાસૂત્ર બાંધવા માટે કહૃ્યુ હતું. ત્યારબાદ ઇન્દ્રએ વિજય પ્રાપ્તિ કરી હતી. રક્ષાબંધનનો તહેવાર ગુરૂવારના દિવસે આવે છે તથી તેનું મહત્વ ખૂબ વધી ગયું છે. આ વખતે ગ્રહણ અને ભદ્રાથી મુકત રહેશે રક્ષાબંધનનો તહેવાર હંમેશા ભદ્રા અને ગ્રહણથી મુકત જ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં ભદ્રા કાળમાં જ રાખડી બાંધવાનું પ્રચલન છ્ ભદ્રા રહિત કાળમાં રાખડી બાંધવાથી સૌભાગ્યમાં વધારો થાય છે. આ વખતે રક્ષા બંધન ઉપર ભદ્રાની નજર નહી લાગે. આ ઉપરાંત આ વખતે શ્રાવણ પૂર્ણિમા પણ ગ્રહણથી મુકત રહેશે. જેનાથી આ તહેવારનો સંયોગ શુભ અને સૌભાગ્યશાળી રહેશે.

શું છે ભદ્રાકાળ

માન્યતા મુજબ જયારે પણ ભદ્રાનો સમય થાય છે તો એ દરમિયાન રાખડી નથી બાંધી શકાતી. ભદ્રાકાળનો સમય રાખડી બાંધવી અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રો મુજબ ભદ્રા ભગવાન સૂર્યદેવની પુત્રી અને શનિદેવની બહેન છે. જે રીતે શનિનો સ્વભાગ ક્રૂર અને ક્રોધી છે એ જ રીત ભદ્રાનો પણ છે.

હર્ષલ ખંધેડીયા નવા ગામ - મો.૯૫૩૭૨ ૪૪૩૫૦

(11:29 am IST)
  • રાજકોટ મ્યુ.કોર્પોરેશનનાં જનરલ બોર્ડનો પ્રારંભઃ પ્રિ-મોન્સુન કામગીરી પ્રશ્ને તડાપીટ: ભાજપના ૧૪ અને કોંગ્રેસના ૧૩ કોર્પોરેટરો દ્વારા કુલ ૬૩ પ્રશ્નો રજૂઃ પ્રથમ ભાજપનાં મનીષ રાડીયાનાં પ્રશ્નથી ચર્ચા શરૂ: મવડી બ્રિજ, સાધુ વાસવાણી રોડની લાયબ્રેરીનાં નામકરણ સહિતની ૮ દરખાસ્તો અંગે નિર્ણય access_time 11:21 am IST

  • કાશ્મીર મુદ્દે પાકિસ્તાનની વધુ એક ચાલ : ટીવી ચેનલો પર વિશેષ કાર્યક્રમોનું પ્રસારણ નહીં થાય : પાકિસ્તાની ચેનલો પર પ્રસારિત થતા ઇદના વિશેષ કાર્યક્રમો પર પણ પ્રતિબંધ મૂકયો access_time 3:57 pm IST

  • સિક્કીમ ડેમોક્રેટિક ફ્રંટના ૧૦ વિધાયક બીજેપીમાં સામેલ : સિક્કીમનો મુખ્ય પક્ષ એસડીએફના ૧૦ વિધાયક આજે નવી દિલ્હીમાં બીજેપીમાં સામેલ થયાઃ પૂર્વ સીએમ પવનકુમાર ચામલિંગ સહિત ૪ અન્ય વિધાયકોને છોડીને બાકી રહેલા વિધાયકો બીજેપીમાં સામેલ થયાઃ સિક્કીમમાં હજુ સુધી ખાતુ નહિ ખોલી શકેલી બીજેપીના પાલામાં ૧૦ વિધાયકો થઈ ગયા access_time 4:07 pm IST