Gujarati News

Gujarati News

News of Friday, 12th July 2019

એએસઆઇ ખુશ્બુ કાનાબારનું અપમૃત્યુ નહીં પણ હત્યા : પિતરાઈ ભાઈએ તપાસની કરી માંગણી

જામજોધપુરના જીજ્ઞેશ કાનાબારે પોલીસ કમિશનરને પત્ર પાઠવી તપાસની માંગ કરી: નિવેડો નહીં આવે ત્યાં સુધી લાશ નહિ સાંભળવા નિર્ણય

રાજકોટ :રાજકોટ યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં એએસઆઇ તરીકે ફરજ બજાવતા ખુશ્બુ કાનાબારના અપમૃત્યુ મામલે જામજોધપુર રહેતા તેના પિતરાઈ ભાઈએ બનાવ આપઘાતનો નહિ પરંતુ હત્યાનો હોવાની શંકા વ્યક્ત કરીને મામલે તપાસ કરવા શહેર પોલીસ કમિશનરને પત્ર પાઠવતા ખળભળાટ મચી જવા પામ્યો છે

 પોલીસ કમિશનરને પાઠવેલ પત્રમાં જીગ્નેશભાઈ કાનાબારે જણાવ્યું છે કે કાકાની દીકરી બહેનનું ફ્લેટમાં અપમૃત્યુ થયું તેની સાથે કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાનું પણ અપમૃત્યુ થયું છે ત્યારે ખુશબુબેન આપઘાત કરે તેવા હતા નહિ તેણી બહાદુર હતા

  વધુમાં જીગ્નેશભાઈએ જણાવ્યું છે કે ઘટનાની જાણ જામજોધપુર ખાતે બપોરે પોણા બે વાગ્યે કરવામાં આવતા અમો રાજકોટ પહોંચીએ નહીં ત્યાં સુધી મૃતદેહ નહીં લઇ જવા જણાવ્યું હોવા છતાં અમે રાજકોટ પહોંચ્યા ત્યારે બંને મૃતદેહ લઇ જવામાં આવ્યા હતા જેથી મૃતદેહ કઈ સ્થતિમાં હતા તેની અમને જાણ થઇ શકી નથી જેથી શંકા વધુ ઘેરી બની છે બનાવામાં ઊંડી અને તટસ્થ તપાસ કરીને સત્ય બહાર લાવવા સાથે તપાસનો નિવેડો નહીં આવે ત્યાં સુધી લાશ નહિ સાંભળવા નિર્ણય કર્યો  હોવાનું અંતમાં જણાવ્યું છે

 

(12:40 am IST)
  • ૭ કંપનીઓની સંપત્તિ વેંચી ર૧૭૦૦ કરોડ એકઠા કરશે અનિલ અંબાણી : દેવું ચુકવવાનું છે જેની રકમ છે રૂ. ૯૩૯૦૦ કરોડઃ રીલા. કેપી. ઉપર ૩૮૯૦૦ કરોડનું તથા ઇન્ફ્રા પર ૧૭૮૦૦ કરોડનું દેવું છે. access_time 4:14 pm IST

  • કર્ણાટકમાં રાજકીય સંકટ:કોંગ્રેસના કાકડાટ બાદ ભાજપમાં પણ ધમાસાણ :જેડીએસને મુખ્યમંત્રી પદ આપવા મામલે ભાજપમાં ડખ્ખો : કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધન સરકાર ગબડે અને ભાજપની સરકાર બનાવવા કવાયત આડે પાર્ટીમાં મતભેદ ;કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર ધારાસભ્યોને સામેલ કરવા અંગે ભાજપમાં મતમતાંતર access_time 1:04 am IST

  • અરવલ્લીમાં પોસ્ટ ઓફીસમાં ૨ લાખની સહાયતાની અફવા ફેલાતા કતારો લાગી : બેટી બચાવો, બેટી પઢાઓના નામે સરકારી સહાય મળતી હોવાના આધારે લોકોએ લાઈનો લગાવી access_time 6:12 pm IST