Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

મારી ફઇની દીકરીને કેમ છુટાછેડા આપી દીધા કહી : કિરીટ ચૌહાણને છરી ઝીંકાઇ

યુનિવર્સિટી રોડ તોરલ પાર્ક પાસે બનાવ : વિજય ધલો અને શાંતિલાલ સામે ગુનો

રાજકોટ, તા. ૧૧ : યુનિવર્સિટી રોડ તોરલ પાર્ક મેઇન રોડ સીલ્વર કોઇન બીલ્ડીંગ પાસે 'મારી ફઇની દીકરીને કેમ છૂટાછેડા આપી દીધા' કહી દલીત યુવાનને ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરતા ફરીયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામકંડોરણાના દડવી ગામમાં રહેતો કિરીટ મનસુખભાઇ ચૌહાણ (ઉ.વ.રપ) ગઇકાલે યુનિવર્સિટી રોડ તોરલ પાર્ક મેઇન રોડ પર સીલ્વર કોઇન બીલ્ડીંગ પાસે  હતો ત્યારે કાલાવડનાા વિજય અરવિંદભાઇ કટારીયા, ઘલો શાંતીલાલ કંટારીયા અને શાંતીલાલ કંટારીયાએ આવી 'મારી ફઇની દીકરીને કેમ છૂટાછેડા આપી દીધા તેમ કહી ઝપાઝપી કરી ગાળો આપી વિજય કંટારીયાએ ઉશ્કેરાઇને કિરીટ ચૌહાણને છરી, પાઇપ વડે હૂમલો કરી પાછળના ભાગે તથા માથાના ભાગે ઇજા કરી ભાગી ગયા હતાં.'

આ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના  પીએસઆઇ એચ. જે. બરવાળીયાએ તપાસ આદરી છે.

(4:20 pm IST)