Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

બેડીગામ પાસેથી ૩૧પ લીટર દેશી દારૂ ભરેલી કાર પકડાઇ

રાજકોટઃ મોરબી રોડ બેડી ગામ પાસે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એ.આર.સોલંકી સહીત પેટ્રોલીંગમાં હતા ત્યારે જી.જે. પ સીડી-૮૦૪૭ નંબરની કોરોલા કારને રોકવાનો પ્રયાસ કરતા કાર ચાલક કાર રેઢી મુકી નાસી ગયો હતો. પોલીસે કાર પાસે પહોંચી તલાશી લેતા તેમાંથી રૂ. ૬૩૦૦ની કિંમતનો ૩૧પ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે કાર કબ્જે લઇ ચાલકની તપાસ આદરી છે.

(3:49 pm IST)