Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ઉદયનગરમાં વૃધ્ધા જયશ્રીબેનના મકાનમાં દરોડો : જુગાર રમતા આઠ પકડાયા

મકાન માલીક જયશ્રીબેન, ભાવના, શોભના, સપના, રેખા તથા વલી રાઉમા અને સુનીલ

રાજકોટ તા ૧૧ : ઉદયનગરમાં રહેતી વૃધ્ધાના મકાનમાં માલવીયા નગર પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતી છ મહીલા સહિત આઠ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના પી.એસ.આઇ. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એન.એસ. ચંપાવત સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે ઉદયનગર શેરી નં. ૧૦માં રહેતા જયશ્રીબેન જયસુખભાઇ વાડોદરીયા (ઉ.વ.૮૭) ના મકાનમાં દરોડો પાડી જુગાર રમતા મકાન માલીક જયશ્રીબેન તથા ભાવના ભરતભાઇ હેેરભા (ઉ.વ.૩૫), હંસા ડાયાભાઇ દવેરા (ઉ.વ.૩૭), શોભના ભુપતભાઇ ચાવડા (ઉ.વ.૪૦), સપના પરબતભાઇ (ઉ.વ.૩૩), રેખા પ્રવીણભાઇ લેરગીરી (ઉ.વ૩૫), વલીકા સમભાઇ રાઉમા (ઉ.વ.૪૬) અને સુનીલ હિતેષભાઇ રાઠોડ (ઉ.વ.૪૬) ને પકડી લઇ રૂા ૧૫૭૫૦/ રોકડ સહીતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:48 pm IST)