Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા અને દોઢ લાખનું વળતર ચુકવવા હુકમ

વળતર ન ચુકવે તો આરોપીને વધુ છ માસની સજા

રાજકોટ, તા., ૧૧: ચેક રીટર્નના કેસમાં આરોપીને ૧ર માસની સજા ચીફ જયુ. કોર્ટ ફટકારી હતી.

ઉપરોકત કામમાં હકીકત એવી હતી કે ફરીયાદી દશરથસિંહ ભરતસિંહ જાડેજા રહે. વૃંદાવન સોસા. રાજકોટવાળાએ તેેના મિત્ર ચેતનકુમાર છગનલાલ નથવાણીને અંદાજે ૩ વર્ષ પહેલા વગર વ્યાજે ૧,પ૦,૦૦૦ મિત્રતાના દાવે લીધેલા જેના બદલામાં તેને પાકુ વચન અને વિશ્વાસમાં લઇને તેને વગર વ્યાજના નાણા પેટે બેંક ઓફ બરોડા કાલાવાડ રોડ બ્રાન્ચ રાજકોટ ખાતાનો ચેક રૂપીયા ૧,પ૦,૦૦૦નો ચેક આપેલ અને દશરથસિંહ જાડેજાને વચન વિશ્વાસ ને ખાત્રી આપીને કહેલ કે તમો આ ચેક તા.૧-૧ર-૧૬ના રોજ જમા કરાવશો તમોને તમારી રકમ રૂ. ૧,પ૦,૦૦૦ મળી જશે. પરંતુ દશરથસિંહ જાડેજાએ ચેક બેંકમાં નાખતા ચેક પરત થતા ચેતનકુમારને જાણ કરતા તેણે એમ કહેલ કે હવે રૂપીયા નથી જે થાય તે કરી લેજો એટલે દશરથસિંહ જાડેજાએ એડવોકેટ વનરાજસિંહ રાણા એડવોકેટ એક માસની નોટીસ મોકલી તેનો પણ કાંઇ જવાબ ન આવતા રાજકોટની કોર્ટમાં એડવોકેટ વનરાજસિંહ રાણાએ નેગોશીએુબલ ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ મુજબ ના.કોર્ટમાં ફરીયાદ દાખલ કરેલ.કોર્ટએ ફરીયાદી દશરથસિંહ જાડેજા તથા આરોપી ચેતનકુમાર છગનલાલ નથવાણીએ ક્રોસ કરતા આરોપી ચેતનકુમારને કોર્ટના જજશ્રી એન.એચ.વસવેલીયાએ આરોપીને એક વર્ષની સાદી કેદ તથા રૂ. ૧,પ૦,૦૦૦ના ચુકવે તો છ માસની વધુ એટલે કે કુલ મળી ૧૮ માસની સજાનો હુકમ કર્યો હતો. જેમાં ફરીયાદી દશરથસિંહ જાડેજાએ કોર્ટમાં તેમના ચેક પેટેના રૂ. ૧,પ૦,૦૦૦ તુરત પરત કઢાવવા અપીલ કરી હતી અને ચીફ જયુ. મેજી. શ્રી એન.એચ.વસવેલીયાએ આરોપી ચેતનકુમારને ૧ર માસની સાદી કેદની સજા ફટકારી હતી.

ઉપરોકત કામમાં ફરીયાદી દશરથસિંહ જાડેજા વતી એડવોકેટ જીતેન્દ્ર રાવલ તથા એડવોકેટ વનરાજસિંહ રાણા રોકાયેલ હતા.

(3:47 pm IST)