Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

ખાણ-ખનિજ મંત્રીએ વિધાનસભામાં કહ્યું

ખનિજચોરીની રાજકોટ જિલ્લામાં રૂ. ર૮૭.૬૩ લાખ અને પોરબંદરમાં રૂ. ૧૦ર૪.૯૩ લાખ દંડની રકમ વસુલવાનો બાકી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૧ : રાજકોટ અને પોરબંદર જિલ્લામાં ખનિજ ચોરીના કેસો પૈકી વસુલવાની દંડની બાકી રકમ અંગે કોંગ્રેસના લલિત વસોયાના પ્રશ્નના ઉતરમાં ખાણ અને ખનિજ મંત્રીએ જણાવ્યું હતું કે તા. ૩૧-પ-ર૦૧૯થી સ્થિતિએ ખનિજ ચોરીની રાજકોટ જિલ્લામાં કેસો પૈકી રૂ. ૩૪૮.૬૪ લાખની રકમ અને પોરબંદરમાં રૂ. પ૦૧પ૭.૩૬ લાખની દંડની રકમ બાકી છે.

આ દંડની બાકી રકમ પૈકી રાજકોટ જિલ્લામાં રૂ.ર૮૭.૬૩ લાખ અને પોરબંદર જિલ્લામાંથી રૂ.૧૦ર૪.૯૩ લાખની રકમ વસુલ કરવાની બાકી છે.

ખનિજ ચોરીના કેસોમાં સમયસર રકમ ન ચૂકવતા હોય તો તેના માટે છેલ્લા બે વર્ષમાં અપીલ, રીવીઝન, કોર્ટ સહિતની તમામ ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ વસુલવાની કાર્યવાહી થતી હોય છે.

(3:46 pm IST)