Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

વોર્ડ નં.૧૮માં સ્વાતિ પાર્ક વિસ્તાર ઝળહળ્યોઃ એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટનું થયેલ લોકાર્પણ

રાજકોટ : મહાનગરપાલિકા લાઇટીંગ કમીટીના ચેરમેન મુકેશભાઇ રાદડીયા એક અખબારી યાદીમાં જણાવે છે કે, અહીં શહેરના વોર્ડ નં.૧૮માં આવેલ સ્વાતિ પાર્ક મેઇન રોડ ખાતે સેન્ટર એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટ ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા હસ્તે પ્રારંભ કરાયેલ. આખા જાહેર માર્ગ અંતે ઝળહળતો થયેલ. આ પ્રસંગે ડે. મેયર અશ્વિનભાઇ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી ઉપસ્થિતિમાં સ્વાતિ પાર્ક મેઇન રોડને ઝળહળતો કરેલ. એલ.ઇ.ડી. લાઇટ સ્વાતિ પાર્ક મેઇન રોડથી સાઇબાબા સર્કલ સુધી ફીટ કરવામાં આવેલ હતી. અંદાજીત લંબાઇ ૧.૪ કિ.મી. અને કુલ પ૮ પોલ ફીટ કરવામાં આવેલ. આ એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટની સંખ્યા કુલ ૧૧૬ નંગ ફીટ કરવામાં આવેલ. જેનો અંદાજીત ખર્ચ રૂ. ર૦નો થયેલ. આ એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટની મરામત નિભાવ પાંચ વર્ષ માટેનો પ્રોજેકટ રાખવામાં આવેલ છે. આ કાર્યક્રમની સમગ્ર વ્યવસ્થા લાઇટીંગ કમીટી ચેરમેન મુકેશભાઇ રાદડીયા હસ્તે થયેલ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ વોર્ડ નં.૧૮ રાજુભાઇ માલધારી, મહામંત્રી દિનેશભાઇ લીંબાસીયા, મહામંત્રી સંજયસિંહ રાણા, શહેર ભાજપ કારોબારી સભ્યશ્રી શૈલેશભાઇ પરસાણા, શૈલેશભાઇ બુસા, એલીસભાઇ રાઠોડ, હિતેશભાઇ ઢોલરીયા, ભગીરથભાઇ વ્યાસ, સલીમભાઇ દસાડીયા, પીયુશભાઇ જોષી, સુરેશભાઇ મીસ્ત્રી વિગેરે તથા બહોળી સંખ્યામાં લતાવાસીઓ ઉપસ્થિત રહેલ.

(3:45 pm IST)