Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

જૂની કલેકટર કચેરીમાં લેડીઝ માટે ટોયલેટ સુવિધા જ નથીઃ પાણી માટે લોકો ભટકે છે !!

તાજેતરના દરોડા દરમિયાન ૨ થી ૩ વેન્ડરો કલેકટરની ઝપટે ચડી ગયા... : કલેકટરને ફરીયાદો મળતા જ તાકિદે આ સુવિધા ઉભી કરવા આદેશો

રાજકોટ, તા. ૧૧ :. તાજેતરમાં કલેકટરની સૂચનાથી પ્રાંત-મામલતદારો દ્વારા બહુમાળી અને અન્ય મામલતદાર કચેરીઓમાં જનસેવા કેન્દ્રો, સ્ટેમ્પ વેન્ડરોને ત્યાં ચેકીંગ કરાયુ હતું અને તેમાં ૨ થી ૩ વેન્ડરો ઝપટે ચડી ગયા હતા. લોકોને સરખા જવાબ મળી રહે તે જોવા પણ તાકિદ કરી હતી.

દરમિયાન જૂની કલેકટર કચેરીમાં લેડીઝ ટોયલેટ માટેની સુવિધાનો અભાવ હોવાની, જે છે તેમા જૂનો-પુરાણો ફર્નિચરનો ભંગાર હોવાની તથા દરેક મામલતદાર-પ્રાંત કચેરીમાં લોકો માટે પાણીની સુવિધા ન હોવાની ફરીયાદો કલેકટરને મળતા તેઓ ચોંકી ઉઠયા હતા.

અને તાબડતોબ દરેક પ્રાંત-મામલતદારોને આ સુવિધા ઉભી કરવા અને ૮ દિ'માં બધુ સરખુ કરી લેવા આદેશો કર્યા હતા.

(3:44 pm IST)