Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

અપહરણ અને બળાત્કારનો કેસ પાછો ખેંચીલેવા બાબતે ખુશ્બુબેન બાળાને ધમકી

રમેશ ધામેલીયા અને એક મુસ્લીમ મહિલા સામે ગુનો

રાજકોટ તા.૧૧: વચ્છરાજનગરમાં અપહરણ અને બળાત્કારનો કેસ પાછો ખેંચી લેવા બાબતે મહિલા સહિત બે શખ્સોએ મહિલાને ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતી મહિલાએ આજીડેમ પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે ગઇકાલે વચ્છરાજનગરમાં હતા ત્યારે ૨૦૧૩માં મહિલાના પિતાએ રમેશ ધામેલીયાના પુત્ર વિરૂધ્ધ અપહરણ અને બળાત્કાર અંગે કેસ કરેલ હોઇ, જે કેશ હાલ ચાલુ થતા રમેશ ધામેલીયા અને તેની સાથે એક મુસ્લીમ મહીલાએ આવી મહિલાના પિતાને કેસ પાછો ખેંચી લેવા અને પોતાને સાક્ષી તરીકે જુબાની આપવા ન જાય તે બાબતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મહિલાએ આજીડેમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા હેડકોન્સ એસ.એસ. તળાવીયાએ તપાસસ હાથ ધરી છે.

(3:36 pm IST)