Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

'જોગી ધ આર્ટ એન્ડ ક્રાફટ જંકશન' નો મંગલારંભ

આર્ટ એન્ડ ક્રાફટ તેમજ હોબીનું બધી જ રો મટીરીયલ હોલસેલ ભાવે રીટેઇલમાં : કુ. ચાંદની લાઠીયા અને નિશાંત લાઠીયાનું નવુ સાહસ

રાજકોટ તા. ૧૧ : કુ. ચાંદની હરેશભાઇ લાઠીયા અને નિશાંત લાઠીયા દ્વારા નવા સોપાનરૂપે માયાણી ચોકમાં બેકબોન શોપીંગ સેન્ટરની સામે 'જોગી ધ આર્ટ એન્ડ ક્રાફટ જંકશન'નો મંગલ પ્રારંભ કરવામાં આવેલ છે.

જાણીતા મોટીવેશ્નલ અને લેકચરર જયભાઇ વસાવડાની ઉપસ્થિતીમાં યોજાયેલ ઓપનીંગ સમારોહમાં વિવિધ ક્ષેત્રના આગેવાનોએ ઉપસ્થિત રહ્યા હતા.

જોગી ધ આર્ટ એન્ડ ક્રાફટ જંકશન નામથી શરૂ કરાયેલ આ શોપમાં મુખ્યત્વે આર્ટ એન્ડ ક્રાફટનું તેમજ હોબીને લગતુ બધુ જ રો મટીરીયલ હોલસેલ ભાવે રીટેલમાં ઉપલબ્ધ હશે. તેમજ એન્જીનીયરીંગ, આર્કીટેક, ઇન્ટીરીયલ, ફેશન ડીઝાઇનીંગ, ફાઇન આર્ટ, ડ્રોઇંગ, પેઇન્ટીંગ, હસ્તકલા, હોબી સેન્ટર, છાબ ડેકોરેશન જેવા જુદા જુદા કોર્ષ અને વ્યવસાયને લગતી તમામ પ્રકારની બધી વસ્તુઓ એક જ છત નીચે મળી રહે તેવી વ્યવસ્થા અહીં કરવામાં આવી છે.

વુડન બાજોઠ, ટીપાય, ખુરશી, સ્ટુલ, મુખવાસદાની, ફ્રેમ, તમામ પ્રકારનું એમડીએફ વર્ક પણ તૈયાર અને કસ્ટમર સાઇઝ મુજબ બનાવી આપવા અહીં પૂરી તૈયારી રાખવામાં આવી છે.

કુ. ચાંદની લાઠીયા અને નિશાંત લાઠીયાના જણાવ્યા મુજબ રાજકોટના આર્ટ એન્ડ ક્રાફટના શોખીનોએ આ પ્રકારનું મટીરીયલ અત્યાર સુધી અમદાવાદ કે મુંબઇ લેવા જવુ પડતુ હતુ. પરંતુ હવે જોગી આર્ટ એન્ડ ક્રાફટ જંકશનમાં બધી જ પ્રકારના કલર, હેન્ડ મેઇડ પેપર, આર્ટ પેપર, ડ્રોઇંગ મટીરીયલ, ક્રાફટ મટીરીયલ, વુડન મટીરીયલ, ઇન્ટીરીયર, આર્કીટેક, એન્જીનીયરીંગ સ્ટેશનરી વગેરે બધુ જ  મળી રહે તેવી વ્યવસ્થા કરાઇ છે.

ઉલ્લેખનીય છે કે ચાંદની લાઠીયા પોતે જ આ લાઇના ૧૦ વર્ષના અનુભવી છે અને કલે આર્ટ, વુડન આર્ટ, પેઇન્ટીંગ, મડ વર્કનો વ્યવસાય પ્રોફેશ્નલી ચલાવતા હતા. ઇન્ટીરીયર ડીઝાઇનર તરીકે પણ રાજકોટ અને રાજકોટ બહાર કામ કરી ચુકયા છે. સાઇકોલોજીમાં પીએચડી કરેલ છે. લોકોની અપેક્ષાઓ સંતુષ્ટ કરવા માટે આ શોપ શરૂ કરી છે. જયાં રૂ.૫૦૦ થી ઉપરની ખરીદી પર ફ્રી હોમ ડીલીવરીની સુવિધા પણ પ્રદાન કરવામાં આવે છે.

આ નવા સોપાન માટે જેમણે વિચાર બીજ રોપ્યા હતા એવા જોગી બાપુ, હરેશભાઇ કે. લાઠીયા, હર્ષાબેન લાઠીયાના આશીર્વાદ હંમેશા સાથે જ હોવાનું કુ. ચાંદની અને વિશાલે જણાવેલ છે. વધુ માહીતી માટે 'જોગી ધ આર્ટ એન્ડ ક્રાફટ જંકશન', માયાણી ચોક, બેકબોન શોપીંગ સેન્ટર ખાતે રૂબરૂ અથવા મો.૯૬૬૨૨ ૯૨૪૮૬, મો.૯૧૦૬૮ ૨૯૪૨૪, મો.૯૨૬૫૪ ૭૯૩૪૦ ઉપર સંપર્ક કરી શકાય છે.

(3:30 pm IST)