Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

પરીક્ષાર્થીઓનું મોદી સ્કુલમાં સ્વાગત

 રાજકોટઃ ગુજરાત માધ્યમીક અને ઉચ્ચતર માધ્યમીક શિક્ષણ બોર્ડ ગંાંધીનગર દ્વારા ધો.૧ર સાયન્સના વિદ્યાર્થીઓ માટે આજથી શરૂ થયેલી પરીક્ષાર્થીઓનું સ્વાગત મોદી સ્કુલ પરીવાર દ્વારા કરવામાં આવેલ. શાળાની બાળાઓના શુભ હસ્તે દરેક વિદ્યાર્થીઓને કંકુ-ચોખાનું તિલક કરી શુભેચ્છા પાઠવી. શાળાના ટ્રસ્ટી ધવલભાઇ મોદી, કુ. નીધીબેન મોદી તથા પ્રિન્સીપાલશ્રીઓએ દરેક વિદ્યાર્થીઓને પેપર શાંતીપુર્વક અને કોઇ પણ ભય વિના પરીક્ષા આપવી. તેમણે પુરેપુરા જોમ અને જુસ્સાભેર પરીક્ષા આપી તમારી મહેનતનું ફળ બધાને સારી રીતે મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

(3:29 pm IST)