Gujarati News

Gujarati News

News of Thursday, 11th July 2019

રાજમાર્ગો ઉપરથી અઠવાડીયામાં ૧ હજાર બેનર- બોર્ડ હટાવાયા

વિવિધ વિસ્તારમાંથી ૭૦ રેકડી -કેબીન તથા જયુબેલી, સેકશન, ચંદ્રેશનગરમાંથી ૨૭૫ કિલો ફળ-શાકભાજી સહિતનો સામાન જપ્ત : નો પાર્કિંગ ઝોનમાં રૂ.૧.૬ લાખનો દંડ વસુલ્યો

રાજકોટ, તા. ૧૦ : મ્યુ. કોર્પોરેશનની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં છેલ્લા સાત દિવસમાં શહેરના વિવિધ વિસ્તારમાંથી ૭૦ રેકડી-કેબીન, પરચૂરણ માલ-સામાન, ૧ હજાર બોર્ડ-બેનર-ઝંડી તથા ર૭૫ કિલો શાકભાજી-ફળ જપ્ત કરવામાં આવ્યા હતાં. કુલ ૩.૭૫ લાખનો દંડ વસુલવામાં આવ્યો હતો.

આ અંગે મ્યુ. કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ  દબાણ હટાવ શાખા દ્વારા ૧ જુલાઇ થી ૭ જુલાઇ સુધીમાંં કોટેચા ચોક, પુષ્કર ધામ, કુવાડવા રોડ સહિતનાં વિસ્તાર માંથી ૭૦ રેકડી-કેબીન, પરચૂરણ સામાન તથા જયુબેલી, જંકશન, ચંદ્રેશનગર વિસ્તારમાંથી ૨૭૫ કિલો શાકભાજી ફળ તેમજ ટાગોર રોડ, નિર્મલા રોડ, એસ્ટ્રોન ચોક, કુવાડવા રોડ, ૮૦ ફુટ રોડ, મોરબી રોડ, પેડક રોડ, હોસ્પિટલ ચોક, રેસકોર્ષ રીંગ રોડ સહિતના વિસ્તારોમાંથી ૯૯૨ બોર્ડ-બેનર જપ્ત કરવામાં આવ્યા છે.

આમ મ્યુ.કોર્પોરેશન દ્વારા કુલ રૂ.૩.૭૫ લાખનો દંડ વસુલવામાં આવ્યો છે.

(3:17 pm IST)