Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

કાલે રાત્રિથી નાનામવા સર્કલથી કેકેવી ચોક સુધીનો રસ્તો બંધ રહેશે

વોટર વર્ક્સની કામગીરીને કારણે રાત્રીના 10 થી સવારના 10 વાગ્યા સુધી રસ્તો બંધ કરાશે

 

રાજકોટ :શહેરના 150 ફૂટ રિંગ રોડ પર ટ્રાફિકથી ધમધમતો કેકેવી ચોકથી નાનામવા સર્કલ સુધીનો રસ્તો બંધ રહેશે

   વેસ્ટ ઝોન વિસ્તારમાં વોટર વર્કસની કામગીરી માટે ૯૧૧ એમ. એમ. ડાયા પાઈપ લાઈન ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપર અમીન માર્ગથી ગીરીરાજ હોસ્પિટલ તરફ પાઈપ લાઈન ક્રોસીંગ કરવાની કામગીરી અંતર્ગત નાનામવા સર્કલ થી કે.કે.વી.ચોક તરફનો ટ્રાફિક તા. ૧૬-ના રાત્રીના ૧૦ કલાક થી તા. ૧૭ ના સવારના ૧૦-૦૦ કલાક સુધી બંધ રાખવાનો રહેશે. જે દરમ્યાન ટ્રાફિક નાનામવા સર્કલ થી બંને તરફ ડાયવટર્ કરવામાં આવશે, જેની જાહેર જનતાએ નોંધ લેવા જણાવાયું છે

 

(12:53 am IST)
  • સાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST

  • અમેરિકના પ્રાંત અલબામામાં ગર્ભપાત પર લાગ્યો પ્રતિબંધ :આરોપી ડોક્ટરને મળશે 99 વર્ષની જેલસજા :અલબામાની સેનેટે ગર્ભપાત પર પ્રતિબંધવાળા વિધેયકને પસાર કર્યો ; વિધેયકની જોગવાઈ મુજબ ગર્ભપાત કરનાર ડોક્ટરને 99 વર્ષની જેલ થશે access_time 1:06 am IST