Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

હીટવેવના સારવાર અંગે મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય શાખા દ્વારા વર્કશોપ યોજાયો

રાજકોટઃ મહાનગરપાલિકા, ઈન્ટરેગેટેડ રીસર્ચ એન્ડ એકશન ફોર ડેવલોપમેન્ટ (IRADe)ન્યુ દિલ્હી, અને ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પબ્લિક હેલ્થ ,ગાંધીનગર (IIPHG)ના સંયુકત ઉપક્રમે રાજકોટ શહેરમાં ‘Climate Adaptive Heat Stress Action Plan' નામ નો પ્રોજેકટ શરુ કરેલ છે. જેનાં ભાગ રૂપે રાજકોટ શહેરના તબીબો તથા આરોગ્ય કર્મીઓ માટે હીટ વેવથી થતી આરોગ્ય પર અસરોની સારવાર અંગેની અવેરનેસ માટે ટ્રેનીંગ કમ વર્કશોપનું તાજેતરમાં આયોજન કરવામાં આવ્યું. આ વર્કશોપનું ઉદદ્યાટન ચેતન ગણાત્રા  દ્વારા કરવામાં આવ્યું.  આ વર્કશોપમાં ડો. પંકજ રાઠોડ, ડો. મનીષ ચુનારા, દિલીપ માવલંકર, ડાયરેકટર IIPHG, ડો. મહાવીર ગોલેચા એસો.પ્રોફે. IIPHG, આશા કૌશિક સીનીયર રીસર્ચ એસોસિયેટ IRADe, ડો. આરતી ત્રિવેદી, ડો.ગુલઝાર રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્રો ના મેડીકલ ઓફિસરો, પી.ડી.યુ.મેડીકલ કોલેજ, પદ્મકુવરબા હોસ્પીટલ અને રેલ્વે હોસ્પીટલના ડોકટરો અને પ્રાઇવેટ હોસ્પિટલોના ડોકટરો મળી  કુલ ૫૦ જેટલા જાહેર આરોગ્ય સાથે  સંકળયેલ ડોકટરો વર્કશોપ કમ ટ્રેનિગ માં ઉપસ્થિત રહ્યાં હતાં.

(3:53 pm IST)