Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

શાપરની શકિતમાન કંપનીના કર્મચારીના અકસ્માત મૃત્યુના કેસમાં ૬૩ લાખનું વળતર

રાજકોટ તા.૧૫: શાપર નજીક આવેલ પ્રખ્યાત શકિતમાન કંપનીના કર્મચારીના વાહન અકસ્માત મૃત્યુના કેસમાં રૂ.૬૩,૦૪,૭૬૦નું જંગી વળતર મંજુર કરવાનો ટ્રીબ્યુનલને હુકમ કર્યો હતો.

આ અંગેની હકીકત એવી છે કે, ગઇ તા.૧૫-૦૩-૨૦૧૩ના રોજ રીબડા નજીક ગાડી નં. GJ-13Y-9537 માં પંચર પડેલ હોય જેની મદદ માટે ગુજરનાર રાજેશભાઇ દેવશંકરભાઇ ભટ્ટ રહે. રાજકોટ સંદીપભાઇ સુભાષભાઇ પાટીલ રહે. મહારાષ્ટ્ર ઉપરોકત ત્રણેય વ્યકિત શકિતમાન કંપનીમાં કામ કરતા હોય તેઓ કાર નં. GJ-03 AR-7937 લઇને રસ્તાની સાઇડમાં સીગ્નલ ચાલુ રાખી પાર્ક કરેલ હોય  ત્યારે અકસ્માતમાં સંડોવાયેલ મહાસાગર ટ્રાવેલ્સની બસ નં. GJ-11X-616 ના ચાલકે ના ચાલકે પોતાની હવાલાવાળી બસને ખુબ જ પુરઝડપે, બેફીકરાઇથી, ગફલતભરી રીતે તેમજ ટ્રાફીકના નિયમોનું ઉલ્લધંન કરી ચલાવીને બંન્ને વાહનોને પાછળથી હડફેટે લઇ અકસ્માત સર્જેલ. જેમા ઉપરોકત ત્રણેય કર્મચારીને ગંબીર ઇજાઓ થવાથી મૃત્યુ થયેલ.

આ કામે ગુજરનારના વારસાદારોએ અકસ્માત વળતર અંગેનો કેસ રાજકોટ ટ્રીબ્યુનલમાં દાખલ કરેલ. ઉપરોકત કર્મચારીના કેસોમાં વકીલશ્રી કલ્પેશ કે.વાઘેલા તથા રવિન્દ્ર ડી.ગોહેલે કર્મચારી શકિતમાન કંપનીમાં કામ કરતા હોય તથા હાલની મોંઘવારી તેમજ ગુજરનારના વારસો ગુજરનારની આવક ઉપર નિર્ભર હોય અને કંપનીના પગાર પત્રક રજુ કરતા ઉપરાંત સુપ્રિમ કોર્ટના લેટેસ્ટ જજમેન્ટ રજુ કરતા ટ્રીબ્યુનલ સમક્ષ કેસ ચાલી જતા અરજદાર વકીલની ઉપરોકત દલીલો ધ્યાને લઇ રાજકોટ ટ્રીબ્યુનલએ ગુજરનાર સંદીપભાઇ, સુભાષભાઇ પાટીલના કેસ રૂ.૧૫,૪૫૦૦ ગુજરનાર  જયરામ બચ્ચાનંદ મોર્યના કેસમાં રૂ.૧૫,૫૦,૦૦૦ તથા ગુજરનાર રાજેશ દેવશંકરભાઇ ભટ્ટના કેસમાં રૂ.૯,૯૯,૦૦૦ કેસ દાખલ થયાની તારીખથી ૬ વર્ષના ૯ ટકાઙ્ગના વ્યાજ સાથે વિમા કંપનીને ચુકવવા હુકમ કરેલ.

આમ, ઉપરોકત ત્રણેય ગુજરનારના અકસ્માતના કલેઇમ કેસમાં કુલ મળી રૂ.૪૦,૯૪૦૦૦ના ૬ વર્ષના ૯ ટકાના વ્યાજ સાથે કુલ મળીને રૂ.૬૩,૦૪,૭૬૦ (ત્રેસઠ લાખ ચાર હજાર સાતસો સાંઇઠ) રૂપીયા મંજુર કરવામાં આવેલ હતો.

આ કામમાં અરજદારો વતી રાજકોટ ના અકસ્માત વળતર અંગેના કલેઇમ કેસના જાણીતા વકીલ શ્રી કલ્પેશ કે.વાઘેલા, રવિન્દ્ર ડી.ગોહેલ, શ્યામ જે.ગોહીલ, ભાવીન આર.પટેલ, કુલદીપ ધનેશા, રોકાયેલ હતા.

(3:43 pm IST)