Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

રાજકોટના જુના માર્કેટીંગ યાર્ડમાં આવેલી બરદાનની દુકાનમાં અચાનક આગ ભભૂકી

બેડીપરા ફાયરબ્રિગેડનો સ્ટાફ ફાયર ફાયટર સાથે પહોંચ્યો ;પાણીનો મારો ચલાવ્યો ;આગ લાગવાનું કારણ અકબંધ

રાજકોટ :શહેરના જૂના માર્કેટીંગ યાર્ડમાં આવેલી હરિઓમ ટ્રેડીંગ નામની બારદાનની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી આગ લાગ્યાની જાણ થતા બેડીપરાના ફાયર બ્રિગેડનો સ્ટાફ ફાઈટર સાથે ઘટના સ્થળે પહોંચી જઈ પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાની કામગીરી હાથ ધરી હતી.

  અંદાજે ૨૦ મિનિટ સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબુ મેળવ્યો હતો દુકાનનાં માલિક કિશોરભાઈ વિંછીયા હોવાનું જાણવા મળે છે આગ લાગ્યાનુ કોઈ કારણ હજુ સુધી સામે આવ્યુ નથી. કોઈ જાનહાની થયેલી નથી તેમજ આગથી નુકશાનનો કોઈ આંકડો બહાર આવ્યો નથી.

(12:29 am IST)
  • કોલકતામાં ભાજપના અધ્યક્ષ અમિત શાહના રોડ શોમાં પક્ષના કેટલાક કાર્યકરોએ હનુમાનજીનું રૂપ ધારણ કરી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. access_time 11:14 am IST

  • ગુજરાતના તમામ જિલ્લા-શહેરમાં વોન્ટેડ બુટલેગરનો કબ્જો વડોદરા પોલીસ ટ્રાન્સફર વોરંટ આધારે મેળવશે : રાજસ્થાન અને મધ્ય પ્રદેશને બેઈઝ બનાવી ગુજરાતભરમાં રાજકોટ સહિત વિવિધ શહેર-જિલ્લામાં દારૂ સપ્લાય કરવાના ગુન્હામાં વોન્ટેડ એવા વિજુ સિંધીનો કબ્જો રાજસ્થાનથી મેળવવા પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોતે કાર્યવાહી શરૂ કરાવી હોવાનું બહાર આવ્યુ છે. વિજુ સિંધી આમ તો દોઢ વર્ષથી વડોદરામાં ફરકયો નથી access_time 3:22 pm IST

  • જમ્મુ કાશ્મીરના પૂંછ સેક્ટરમાં એલઓસી નજીક બ્લાસ્ટ ;એક આર્મી જવાન ઘાયલ access_time 1:22 am IST