Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

એક ફોન કરો 'મસાલો' હાજર

રાજકોટમાં પાન - ફાકી - માવાના શોખિનો માટે 'સારા' સમાચાર : હવે મળશે હોમ ડિલિવરી

રાજકોટ તા. ૧૪ : તમાકુસેવનની સૌથી વધારે આદત સૌરાષ્ટ્રમાં છે એ જગજાહેર છે ત્યારે રાજકોટના પાન-ફાકીનંે વ્યસન ધરાવતા લોકોને ખુશ કરી દે એવું કામ રાજકોટના જ હરપાલ સિંહ નામના એક ઓન્ટ્રપ્રનરે શરૂ કર્યું છે અને પાન-ફાકીની હોમ ડિલિવરી ચાલુ કરી છે. પાન-ફાકી ખાનારાઓ એના વિના રહી શકતા નથી. આવા સમયે પાન-ફાકી ખતમ થઈ જાય ત્યારે તેણે ખાસ લેવા માટે બહાર નીકળવું પડે છે, પણ જો તમારે ખરીદવા ન જવું હોય તો તમારે કશું નહીં કરવાનું માત્ર મોબાઇલ-નંબર ૮૨૩૮૮૦૨૧૧૧ પર ફોન કરીને તમારી ફાકીનો ઓર્ડર આપી દેવાનો. એક પણ રૂપિયાનો એકસ્ટ્રા ચાર્જ લીધા વિના તમારા એડ્રેસ પર તમારી જરૂરિયાત મુજબનાં પાન-ફાકી પહોંચાડી દેવામાં આવશે.હરપાલ સિંહે કહ્યું હતું, 'અત્યારે આ ઓફર રાજકોટ સિટી પૂરતી જ રાખી છે, પણ જો રિસ્પોન્સ મળશે તો એનો આખા સૌરાષ્ટ્રમાં અમલ કરવાની ગણતરી છે. શરૂઆતની દૃષ્ટિએ તો અત્યારે ખૂબ સારો રિસ્પોન્સ છે અને દરરોજ સો જેટલા પાન-ફાકીની ડિલિવરીના ઓર્ડર આવે છે.' આવતા સમયમાં એવું બનવાનું છે કે હરપાલ સિંહને તમે તમારા ફેવરિટ પાન-ફાકીવાળાને ત્યાંથી પાન-ફાકી લાવવાનું સૂચન પણ તમે કરી શકો છો. જો તમે કાયમ એક જ જગ્યાનાં પાન-ફાકી ખાતા હો તો તમને એ જગ્યાનાં પાન-ફાકી મળશે અને એ પણ ગણતરીની મિનિટોમાં જ.

(3:39 pm IST)
  • સાંજે કલેકટર કચેરીમાં સૂચિત સોસાયટી અંગે મહત્વની બેઠકઃ વધારાની ૯૦૦ અરજીઓ અંગે લેવાશે નિર્ણય : રાજ્ય સરકારે સૂચિત સોસાયટીમાં ૨૦૦૫ની કટ ઓફ ડેઈટ નક્કી કરતા રાજકોટની ૮૦ સોસાયટીમાં નાયબ મામલતદારો દ્વારા સર્વે કરાયોઃ કુલ ૯૦૦થી વધુ અરજીઓ ઉમેરાશેઃ સાંજે કલેકટર કચેરી ખાતે આ અંગે મહત્વની બેઠકઃ સૂચિતની કામગીરી કરતા નાયબ મામલતદારો - મામલતદારોને તેડુ access_time 3:29 pm IST

  • ચૂંટણી પંચની આકરી કાર્યવાહી બાદ મમતા બેનર્જી ધુંવાફુંવા :કહ્યું પીએમ નરેન્દ્રભાઈ મોદીને હટાવો;દેશ બહાર કાઢી મુકો :કોલકતામાં થયેલી હિંસાના વિરોધમાં પદયાત્રા કર્યા બાદ મમતાએ કહ્યું કે મોદીએ મારા બંગાળ અને બંગાળીયતનું અપમાન કર્યું :મમતાએ એવો પણ આરોપ લગાવ્યો કે અમિતભાઇ શાહના રોડ શોમાં 15 થી 20 કરોડનો ખર્ચ થયો access_time 1:18 am IST

  • મમતા બેનર્જીના ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મુકવા ભાજપની માંગણી :દિલ્હીમાં ભાજપના પ્રતિનિધિ મંડળે ચૂંટણી આયોગ સમક્ષ રજુઆત કરી ;ભાજપે આક્ષેપ કર્યો કે મમતા બેનર્જીએ ભાજપને નિશાન બનાવવા હિંસામાં સહભાગી થયા છે :તેણીએ ટીએમસીના કાર્યકરોને હુમલો કરવા ઉશ્કેર્યા હતા access_time 1:27 am IST