Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

બેટીના પુલ પાસે ગાય આડી આવતાં કાર ગોથું ખાઇ ગઇઃ બે બહેનના એકના એક ભાઇનું મોત

ગાંધીગ્રામ મિલન પાર્કનો યુવાન કેતન ચોૈહાણ ગાંધીનગરથી કાર હંકારી રાજકોટ આવતો'તો ત્યારે બનાવઃ સોરઠીયા રજપૂત પરિવારમાં ગમગીની

રાજકોટ તા. ૧૫: કુવાડવા નજીક બેટી પાસે સાંજે ગાય આડી આવતાં કાર પલ્ટી ખાઇ જતાં ગાંધીગ્રામ અક્ષરનગર પાસે મિલન પાર્કમાં રહેતાં બે બહેનના એકના એક ભાઇ અને વૃધ્ધ પિતાના આધારસ્તંભ એવા સોરઠીયા રજપૂત યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

જાણવા મળ્યા મુજબ ગાંધીગ્રામ અક્ષરનગર પાસે મિલન પાર્ક-૧માં રહેતો કેતનભાઇ મનસુખભાઇ ચોૈહાણ (ઉ.૩૭) નામનો યુવાન છુટક ડ્રાઇવીંગ કામ કરતો હોઇ ગઇકાલે સવારે ગાંધીનગરનું ભાડુ મળતાં તે કાર લઇ ત્યાં ગયો હતો. સાંજે ચારેક વાગ્યે પરત રાજકોટ આવતી વખતે બેટી ગામ પાસે પહોંચતા અચાનક રોડ પર ગાય આડી ઉતરી આવતાં તેને બચાવવા માટે જોરદાર બ્રેક લગાવતાં સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતાં કાર ગોથું ખાઇ ગઇ હતી.

આ અકસ્માતમાં કેતનભાઇને ગંભીર ઇજા થઇ હતી અને પાછળ બેઠેલા બે વ્યકિતને  મુંઢ ઇજાઓ થઇ હતી. કેતનભાઇને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ટુંકી સારવારને અંતે દમ તોડી દીધો હતો. મૃત્યુ પામનાર કેતનભાઇ બે બહેનના એકના એક ભાઇ હતાં. તેના પત્નિનું નામ ઉર્વશીબેન છે. પિતા મનસુખભાઇ બિહારીભાઇ ચોૈહાણ અગાઉ કોર્પોરેશનમાં નોકરી કરતાં હતાં અને હાલ નિવૃત જીવન ગાળે છે. કેતનભાઇના માતા હયાત નથી.  બનાવથી વૃધ્ધ પિતાએ એકનો એક કંધોતર ગુમાવતાં ગમગીની છવાઇ ગઇ છે. (૧૪.૫)

 

(11:51 am IST)
  • નરેન્‍દ્રભાઇ મોદી સામે ચૂંટણી લડવાનું ભીમ આર્મીના સૂત્રધાર ચંદ્રેશખર આઝાદનું એલાન access_time 4:12 pm IST

  • શીલા દીક્ષિતે કહ્યું મારી ટિપ્પણીને તોડીમરોડીને રજુ કરાઈ :દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી શીલા દીક્ષિતે આતંકી અંગે મનમોહનસિંહ અને મોદીની તુલના કરતુ નિવેદન આપ્યું હતું :શીલા દીક્ષિતે કહ્યું કે હું જોઈ રહી છું કે મીડિયાનો એક હિસ્સો ઇન્ટરવ્યૂમાં કરાયેલ મારી ટિપ્પણી તોડી મરોડીને રજુ કરાઈ રહી છે access_time 1:29 am IST

  • કચ્છ કોંગ્રેસમાં ખળભળાટ : પ્રદેશ કારોબારીમાંથી હાજી જુમા રાયમાએ રાજીનામુ આપ્યું : કચ્છનાં ૩.૯૦ લાખ મુસ્લિમોની સતત અવગણના થતી હોવાનો આક્ષેપ access_time 3:45 pm IST