Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

રાજકોટ જેલના શૈલેષભાઇ જાનીને સુબેદારનું પ્રમોશન

રાજકોટ તા. ૧૪: અગાઉ બરોડા જેલમાં ફરજ બજાવી ચુકેલા અને હાલ રાજકોટ સેન્‍ટ્રલ જેલમાં ફરજ બજાવતાં શૈલેષભાઇ પી. જાનીને સુબેદાર તરીકે પ્રમોશન મળતાં રાજકોટ જેલમાં અધિકારીઓ અને સાથી કર્મચારીઓએ શુભેચ્‍છા પાઠવી હતી. મિલનસાર સ્‍વભાવના શૈલેષભાઇ (મો. ૯૦૩૩૭ ૧૨૬૩૧) સાથી કર્મચારીઓ અને અધિકારીઓમાં સારું માન ધરાવે છે અને બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે.

(4:31 pm IST)