Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ચોૈધરી હાઇસ્‍કૂલ સામે પાર્લરમાં દરોડાથી નાસભાગઃ બાબુડીયાઓને ઉઠબેસ કરાવાઇ

રાજકોટઃ થોડા દિવસો પહેલા ક્રાઇમ બ્રાંચે કેબીન પાર્લરો અને મસાજ પાર્લરોમાં દરોડા પાડી કડક ચેતવણી આપી હતી. આવા પાર્લરોમાં મસાજ અને બેસવાની વ્‍યવસ્‍થાના ઓઠા તળે ન થવાનું થતું હોવાની ફરિયાદોને પગલે પોલીસ કમિશનરની સુચનાથી દરોડા પાડવામાં આવ્‍યા હતાં. કાલાવડ રોડ, અમીન માર્ગ, ચોૈધરી હાઇસ્‍કૂલ પાસે તેમજ અન્‍ય સ્‍થળોના પાર્લરોમાંથી જે તે દિવસે પણ અનેક કપલ્‍સ મળ્‍યા હતાં. આજે ફરીથી ચોૈધરી હાઇસ્‍કૂલ સામેના ભાગે આવેલા એક પાર્લરમાં અચાનક જ ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ. એમ. ગઢવીની સુચનાથી પીએસઆઇ એ. એસ. સોનારા, અનિલભાઇ સોનારા, મહેશભાઇ મંઢ, હરદેવસિંહ, નિશાંતભાઇ સહિતની ટીમ પહોંચતા છ-સાત કપલ્‍સ મળી આવ્‍યા હતાં. અચાનક પોલીસને જોઇ આ બધા પહેલા તો વ્‍યવસ્‍થિત થયા હતાં અને બાદમાં બહારની તરફ દોટ મુકી હતી. યુવતિઓને પોલીસે ઠપકો આપી બહાર રવાના કરી હતી અને યુવાનોને ઉઠબેસ કરાવી હતી. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(4:30 pm IST)