Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

સાધુ વાસવાણી રોડ-રેસકોર્સ રોડની ઝૂપડપટ્ટીઓ વેંચી દેતુ તંત્ર

નટરાજનગર અને બાવળિયાપરા PPP આવાસ યોજના ર૬.ર૬ કરોડમાં ફાઇનલ

અગાઉ બન્ને યોજનામાં ઓછા ભાવો આવતાં રિ-ટેન્ડરો થયેલ હવે રાજકોટની ઝાપેશ રિયાલીટીઝ અને અમી હોમ ડેવલોપર્સ બન્નેને ૧૩.૧૩ કરોડમાં ઝૂપડપટ્ટીની જમીન વેચવા નિર્ણયઃ કુલ ૩૦૦ ફલેટ અને ર૦ દુકાનો બિલ્ડરો બનાવી આપશે જે ઝૂપડાવાસીઓને નિઃશુલ્ક આપી દેવાશે

રાજકોટ, તા. ૧૪ : મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરના સાધુવાસવાણી રોડ ઉપર આવેલ નટરાજનગર તથા રેસકોર્ષ રીંગ રોડ પર આવેલ બાવળીયાપરા એમ બે ઝુંપડપટ્ટીઓની જમીન પી.પી.પી. આવાસ યોજના હેઠળ બિલ્ડરોને કુલ ર૬.ર૬ કરોડ લેખે વેચવાનો નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે મ્યુ. કોર્પોરેશનના આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઝુંપડપટ્ટી પુનઃવર્સન યોજના માટે પી.પી.પી. ધોરણે આવાસ યોજના બનાવવા માટે વોર્ડ નં. ૯માં આવેલા સાધુવાસવાણી રોડ પરની નટરાજનગર ઝુંપડપટ્ટીની ૧૬.૮૯૪ ચો.મી. જમીન ર૮૦ કાચા-પાકા મકાનો અને ર૦ દુકાનો સહિત ભરેલ કબ્જે બિલ્ડરોને વેચવા માટે ટેન્ડરો બહાર પાડેલ હતાં જેમાં પ્રથમ પ્રયત્નમાં માત્ર ૬.૪૯ કરોડનો ભાવ આવતા રિ-ટેન્ડર કરાયું અને તેના કારણે રાજકોટના બિલ્ડર ઝોયેશા રિયાલીટીઝ ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રા.લી. દ્વારા ઉપરોકત ઝુંપડપટ્ટી ૧૩,૧૩,૧૩,૩૧૩માં ખરીદવા ઓફર કરતા સરકાર નિયુકત પી.પી.પી. કમીટીએ આ ઓફર મંજૂર કરી હતી. તેવી જ રીતે રેસકોર્ષ રીંગ રોડ પરની વર્ષો જુની બાવળીયાપરા ઝુંપડપટ્ટીની ૪૧૪૩૦ ફુટ ચો.મી. જગ્યા ૧૦૦ કાચા-પાકા મકાનો સહિત ભરેલ કબ્જે બિલ્ડરને વેચવા ઇ-ટેન્ડર બહાર પાડેલ જેમાં અમી હોલમડેવલોપર્સ સૌથી વધુ રૂ. ૧૩,૧૩,૦૦,૧૧૩ની ઓફર કરતા આ ઝુંપડપટ્ટી અમી ડેવલોપર્સને વેચવા નિર્ણય લેવાયો હતો.

આમ ઉકત બંન્ને ઝુંપડપટ્ટીઓ કુલ ર૬.ર૬ કરોડમાં વેચવા નિર્ણય લઇ લેવાયો છે. નોંધનીય છે કે આ બંન્ને ઝુંપડપટ્ટીના કુલ ૩૮૦ રહેવાસીઓને આજ સ્થળે બિલ્ડર પાકા ફલેટ નિઃશુલ્ક ધોરણે આપી દેશે. ત્થા ર૦ વેપારીઓને નિઃશુલ્ક દુકાનો આપશે. (૮.ર૦)

રેસકોર્ષ રીંગ રોડ અને સાધુ વાસવાણી રોડની જમીનોનાં એક સરખા જ ભાવ ઉપજયા  !! અનેક તર્ક-વિતર્કો

રાજકોટ : રાજય સરકારની પીપીપી આવાસ યોજનાં કમીટીએ સાધુ વાસવાણી રોડ ઉપરનાં નટરાજનગર અને રેસકોર્સ રીંગ રોડ ઉપરનાં બાવળીયાપરાની ઝૂંપડપટ્ટી બન્નેની જમીનોનાં એક સરખા જ રૂ. ૧ ૩.૧૩ કરોડનાં ભાવની ઓફરો મંજૂર કરતાં. આ બાબતે અનેક તર્ક -વિતર્કો થઇ રહ્યા છે. કેમ કે રેસકોર્સ રીંગ રોડ પ્રાઇમ લોકેશન કહેવાય છતાં તેની જમીનનાં માત્ર ૧૩.૧૩ કરોડ માન્ય રખાયા...!!

તે બાબતે આશ્ચર્ય સર્જયુ છે. જો કે રેસકોર્ષની ઝૂપડપટ્ટીમાં ૧૬૬૦ ચો. મી. જમીનનો વિસ્તારને બાદ કરવામાં આવ્યાનો ટેકનીકલ બચાવ તંત્ર વાહકો કરી રહ્યા છે.

(4:24 pm IST)