Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

કેમિસ્ટ એસો. રાજકોટ દ્વારા 'રાજકોટ લાઇવ' એપ સમગ્ર ભારતમાં સૌપ્રથમ વખત લોન્ચ થશે

રાજકોટ તા. ૧૪: આગામી ૧૭ માર્ચ રવિવારના રોજ યોજાયેલ કેમિસ્ટ એસો. રાજકોટની સામાન્ય સભામાં 'રાજકોટ લાઇવ' એપ કે જેમાં ૧.૭૦ લાખથી વધુ દવાને લગતી પ્રોડકટસ એકસાથે એક જ કલીકના સહારે વેપારીઓ ખૂબ જ સરળતાથી વાપરી શકશે. જેના કારણે વેપારીઓના સમય-શકિત અને નાણાંનો બચાવ થશે અને ગ્રાહકોને સારામાં સારી સુવિધા આપી શકાશે તેવું આજરોજ કેમિસ્ટ એસો. રાજકોટના યુવા મંત્રી શ્રી અનિમેષભાઇ દેસાઇએ 'અકિલા'ને જણાવ્યું હતું. આ એપમાં સમગ્ર ભારતમાં વેચાતી દરેક પ્રોડકટની એમ.આર.પી., કન્ટેન્ટસ, પેકીંગ, સ્ટોકીસ્ટ અને કન્ટેન્ટસને ભળતી સીમીલર બ્રાન્ડ (સસ્તી દવાઓ)ની વિસ્તૃત માહિતી પ્રાપ્ય થશે. ઓનલાઇન બીલ જોવાની વ્યવસ્થા, ઓટો પરચેઝ, આઉટસ્ટેન્ડીંગ બીલ જોવાની વ્યવસ્થા તથા વેપારીઓના લેજર જોવાની પણ આગવી વ્યવસ્થા આ એપમાં આપવામાં આવેલ હોવાથી સમગ્ર દવા બજાર માટે આ એપ આશિર્વાદરૂપ બનશે તેવું સંસ્થાના સફળ પ્રમુખ શ્રી મયુરસિંહ જાડેજાએ જણાવ્યું હતું. આ એપ ૧૭-૩ રવિવારના રોજ કેમિસ્ટ એસો. રાજકોટ દ્વારા ફ્રિ ઓફ ચાર્જ દરેકના મોબાઇલના ઇન્સ્ટોલ કરી આપવામાં આવશે. આ એપ બનાવવા માટે સૌરાષ્ટ્ર કોમ્પ્યુટેકવાળા જયદીપભાઇ નંદાણીનો વિશેષ સહયોગ મળેલ છે. સાથે-સાથે આ દિવસે સમૃદ્ધિ-૨૦૧૯ના નામે એકઝીબીશનમાં જુદી-જુદી ૧પ કંપનીઓથી પણ વધારેના સ્ટોલ રાખેલ છે, જેના થકી સંસ્થાના મેમ્બરોને વિશેષ ઓફર તથા ફાયદારૂપ વ્યવસ્થા પ્રાપ્ત થશે તેવું જણાવાયું છે.

(4:21 pm IST)