Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

OSEM પાઠક સ્કૂલ દ્વારા વિજ્ઞાન મેળો

રાજકોટ : OSEM પાઠક સ્કૂલ-૧પ૦ ફુટ રીંગ રોડ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ. વિજ્ઞાન મેળામાં ધોરણ પ થી ૧૧ના વિદ્યાર્થીઓ દ્વારા જુદી જુદી ૧પ૦ કૃતિઓ તૈયાર કરવામાં આવેલ. વિજ્ઞાન મેળાને સફળ બનાવવા વિજ્ઞાન વિષયના શિક્ષકશ્રીઓ તથા અન્ય શિક્ષકશ્રીઓએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન પુરૂ પાડેલ Li-Fi (લાઇટીંગ ફીડાલીટી), ટેસ્લા કોઇલ તથા જનરેટર જેવી આકર્ષક કૃતિઓ વિજ્ઞાન મેળાનું મુખ્ય આકર્ષણ બની હતી. વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન સંસ્થાના પ્રમુખ ભવ્યદીપસિંહ જેઠવા, ટ્રસ્ટી દિલીપભાઇ પાઠક, સિદ્ધાર્થ રોકડ તથા સિદ્ધરાજ ગઢવી દ્વારા કરવામાં આવેલ. વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ જોઇને ટ્રસ્ટીશ્રીઓ દ્વારા આગામી તા. ૧૭ ને રવિવારના પાઠક સ્કૂલના પરિસરમાં ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવેલ છે જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓના વાલીશ્રીઓ તેમજ જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવશે.

(4:21 pm IST)