Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

પબજી ગેમ રમનારા વધુ ૯ પકડાયા

રાજકોટ શહેરમાં ગઇકાલે ૧૦ પકડાયા બાદ પોલીસની ઝૂંબેશ સતત યથાવત : ગાંધીગ્રામ શાહનગર, અતિથી ચોક, આનંદબંગલા ચોક પાસે ગાંધીગ્રામ અને માલવીયાનગર પોલીસના દરોડા

રાજકોટ તા. પબજી મોમો ચેલેન્જ ગેમને કાણે બાળકો અને યુવાનોમાં હિંસકવૃતિનું પ્રમાણ વધી રહ્યું હોઇ અને અભ્યાસ ઉપર પણ વિપરીત અસર પડી રહી હોઇ તેમજ બાળકો અને યુવાનોના વાણી-વર્તન-વ્યવહાર અને વિકાસ ઉપર પણ ખરાબ અસર પડે તેમ હોવાથી પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે આ ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવ્યો હોઇ તેનો કડક અમલ કરાવવા આ ગેમ રમનારા સામે ગુના નોંધવાની ઝુંબેશ શરૂ થઇ છે. ગઇકાલે પોલીસે ૧૦ને પકડ્યા બાદ વધુ ચાર ગુના દાખલ કરી ૯ને પકડી લેવામાં આવ્યા છે.

માલીયાનગર પોલીસે આનંદ બંગલા ચોકથી આગળ રવેચી હોટલ પાસેથી પાર્થ બકુલભાઇ સાવલીયા (ઉ.૨૦-રહે. નવલનગર-૩)ની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી રૂ. ૨૫ હજારનો ફોન કબ્જે લીધો છે. જ્યારે ગાંધીગ્રામ પોલીસે બે દરોડામાં ગાંધીગ્રામ શાહનગર-૨માં નાગદાદાના મંદિર પાસેથી બે યુવાન ભરત હરેશભાઇ જેઠવા (ઉ.૨૩-રહે. શાહનગર-૨) તથા ધૈરવ અનિલભાઇ ગોહેલ કઉ.૨૨-રહે. અંજલી પાર્ક મેઇન રોડ)ને પકડી લઇ બંનેના ફોન કબ્જે કર્યા છે.

આ ઉપરાંત માલવીયાનગર પોલીસે અતિથી ચોક પાસે ક્રિષ્ના ડિલકસ પાન પાસેથી ૬ શખ્સો વરૂણ જયેશભાઇ ભટ્ટ (ઉ.૨૦-રહે. દ્વારકાધીશ સોસાયટી-૨, ગોકુલધામ), વિપુલ જેશાભાઇ ગાંગીયા (ઉ.૨૦-રહે. લક્ષ્મીનગર, શ્રીનાથ હોસ્ટેલ મુબળ બેડકુવા જી. તાપી), પાર્થ કનૈયાલાલ જોષી (ઉ.૨૨-રહે. માયાણી ચોક પટેલ પાર્ક-૧, મુળ સતાપર કોટડા સાંગાણી), ઋત્વીક લલીતભાઇ દવે (ઉ.૨૨-રહે. સરદાર પાર્ક-૨, ૧૫૦ રીંંગ રોડ), રોનક દિનેશભાઇ ભાલાણી (ઉ.૨૦-રહે. કેકેવી હોલ પાસે શાંતિ નિકેતન એપાર્ટમેન્ટ-૨૦૧) અને પાર્થ નરેશભાઇ ગોપાણી (ઉ.૧૮-રહે. રાની પાર્ક-૩, ૧૫૦ રીંગ રોડ પુનિત પાછળ)ને પબજી ગેમ રમતાં પકડી લીધા હતાં. માલવીયાનગરના પી.આઇ. એન. એન. ચુડાસમા, પીએસઆઇ  જે.એસ. ચંપાવત અને ડી. સ્ટાફની ટીમ તથા ગાંધીગ્રામના પી.આઇ. વી. વી. ઓડેદરા, પીએસઆઇ ભટ્ટ અને ડી. સ્ટાફની ટીમે આ કામગીરી કરી હતી. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જોઇન્ટ પોલીસ કમિશનર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા તમામ એસીપીની રાહબરીમાં આ કામગીરી થઇ રહી છે.

(3:33 pm IST)
  • સીબીઆઈમાં જોઈન્ટ ડાયરેક્ટર તરીકે 5 વરિષ્ઠ આઇપીએસ ઓફિસરોની નિમણુક: સીબીઆઈના પાંચ સિનિયર આઇપીએસ ઓફીસરોની જોઈન્ટ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે.જેમાં સંપત મીના, અનુરાગ, રાકેશ અગરવાલ, ડી. સી..અને વિપ્લવ કુમાર ચૌધરીનો સમાવેશ થાય છે. access_time 10:35 am IST

  • દ્વારકામાં ફુલડોલ ઉત્સવ સુધી વસંતોત્સવ ઉજવાશેઃ પદયાત્રીકોનો પ્રવાહ અવિરત access_time 3:45 pm IST

  • ભીખ-જમવાનું માગવાના બહાને મકાનોમાં ઘુસી રોકડ-દાગીનાની ચોરી કરતી પડદા ગેંગની ૫ મહિલા ઝડપાઇ : પડદા ગેંગની રંગોલી માંગીયા (વાઘરી), સંજુ માંગીયા, મંજુ જંગડીયા, ભુલીબાઇ માંગીયા અને કવિતા માંગીયા આ તમામ મહિલાઓ એક સાથે જમવાનુ માંગવાના બહાને ચોરી કરતી હતીઃ આ તમામ મહિલાઓ રાજસ્‍થાનથી ચોરી કરવાના ઇરાદા સાથે જ અમદાવાદ આવતીઃ પોલીસ વધુ તપાસ આદરી access_time 4:27 pm IST