Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ગ્રીનલેન્ડ ચોકડી ઓવરબ્રીજ પાસે 'હીટ એન્ડ રન': અજાણ્યા વાહને ઠોકર મારતા યુપીના યુવાનનું મોત

ઉત્તરપ્રદેશના કલ્લુ પટેલ ચાલીને રહેવા માટે રૂમ શોધવા જતો'તો

રાજકોટ તા.૧૪: ગ્રીનલેન્ડ ચોકડી નજીક ઓવરબ્રીજ પાસે 'હિટ એન્ડ રન'ની ઘટનામાં ચાલીને જઇ રહેલા યુપીના યુવાનને અજાણ્યા વાહનના ચાલકે ઠોકર મારતા તેનું મોત નિપજાવી નાશી જતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ખોખળદળ પુલની બાજુમાં મધુરમ શેરીનં. ૭માં કે.કે. મેટલ નામનું ઇમીટેશન કાસ્ટીંગનું કારખાનામાં રહેતા અને મજુરી કામ કરતા ઉત્તરપ્રદેશન ઇલ્હાબાદનો સુરેન્દ્ર પટેલ (ઉ.વ.૩૫) ગત તા. ૧૨-૩ના રોજ ગ્રીનલેન્ડ ચોકડી પાસે પુલ ઉતરતા દરગાહની સામે રોડ પર ચાલીને જતો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહનના ચાલકે તેને ઠોકર મારી નાશી ગયો હતો. જયારે કલ્લુ પટેલને માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ બનાવ અંગેની જાણ થતા બી ડિવીઝન પોલીસે સ્થળ પર પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતક કલ્લુ મોરબી રોડ પંચવટી સોસાયટીમાં રહેતા વિજયભાઇ વલ્લભભાઇ ડોબરીયાના ઇમીટેશનના કારખાનામાં કામ કરતો હતો. તેની સાથે અન્ય બે મજુરો કામ કરે છે. તે કારખાનાના માલીક વિજયભાઇને અગાઉ પોતાને રહેવા માટે એક રૂમ શોધવા જવાનું કહેતો હતો. આ અંગે પીએસઆઇ જે.આર. સરવૈયાએ તપાસ હાથ ધરી છે.

કનકનગરમાં બેભાન થઇ જતા પ્રોૈઢનું મોત

સંતકબીર રોડ પર કનકનગરમાં રહેતા અતુલભાઇ મનસુખભાઇ પડીયા (ઉ.વ.૫૫)(ખત્રી) ગઇકાલે પોતાના ઘરે હતા ત્યારે તેને અચાનક તબીયત બગડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું. મૃતક અતુલભાઇને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. આ અંગે થોરાળા પોલીસ મથકના કે.કે.પરમારે કાર્યવાહી કરી હતી.

(3:32 pm IST)