Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

માતા-ભાઇના અવસાન બાદ દોડધામ માટે જરૂર હોવાથી વાહન ચોરી કર્યુ!

ક્રાઇમ બ્રાંચના પ્રતાપસિંહ, હરદેવસિંહ અને યોગેન્દ્રસિંહની બાતમી પરથી મહેશ કોળી પકડાયો

રાજકોટઃ વાહનચોરીનો એક ગુનો ક્રાઇમ બ્રાંચે ડિટેકટ કરી પુષ્કરધામ પાસે યુનિવર્સિટી રોડ હાઉસીંગ બોર્ડ કવાર્ટર બ્લોક નં. ૧૫ કવાર્ટર નં. ૧૪૬૧માં રહેતાં મહેશ ઉર્ફ મોૈલિક રામસીંગ ઝીંઝુવાડીયા (કોળી) (ઉ.૩૪)ને જીજે૩જેકે-૯૭૧૦ સાથે પુષ્કરધામ રોડ આલાપ આગળથી પકડી લીધો છે. પીઆઇ એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ પી.એમ. ધાખડા, એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. પ્રતાપસિંહ ઝાલા, ફિરોઝભાઇ શેખ, હરદેવસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, અમિતભાઇ ટુંડીયા સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે પ્રતાપસિંહ, હરદેવસિંહ અને યોગીરાજસિંહની બાતમી પરથી આ ગુનો ડિટેકટ થયો હતો. એક માસ અગાઉ આ શખ્સે મોકાજી સર્કલ પ્રદ્યુમન હાઇટ્સ પાસેથી આ વાહન ચોરી કર્યાનું કબુલતાં તાલુકા પોલીસને જાણ કરાઇ હતી. વાહન શા માટે ચોર્યુ? તે અંગેની પુછતાછમાં આ શખ્સે એવું કબુલ્યું હતું કે બે-અઢી મહિનાના ગાળામાં જ તેના માતા અને ભાઇના મૃત્યુ નિપજતાં પોતાની પાસે વાહન ન હોઇ દોડધામ કરવા માટે વાહનની જરૂર પડતાં ચોરી કર્યુ હતું!

(3:29 pm IST)