Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ભાજપમાં મુરતિયા પસંદગીની કવાયત

રાજકોટ ગ્રામ્યમાં મોહનભાઇ મોખરેઃ અન્ય ત્રણ નામો પણ ઉછળ્યા

લોકસભા બેઠક માટે ભા.જ.પ. કાર્યાલયે નિરિક્ષકો દ્વારા આગેવાનો-કાર્યકરોની સેન્સ લેવાઇ : શહેર ભાજપની સેન્સ બપોર બાદઃ ડી.કે. સખીયાનું નામ ઉછળવાની શકયતા : ડી.કે.સખીયા, ડો. ભરત બોઘરા, ચેતન રામાણીના નામો સુચવાયાની ચર્ચાઃ પડધરી-ટંકારા-વાંકાનેર- જસદણ અને રાજકોટના કોઠારિયા-વાવડીના કાર્યકરોની સેન્સ બપોર સુધીમાં લેવાઇઃ વાંકાનેરના કેટલાક અગ્રણીઓએ મોહનભાઇનો વિરોધ કર્યો : બપોર બાદ રાજકોટ શહેર ભા.જ.પ. સેન્સમાં ''રોન''કાઢશે ?

રાજકોટ લોકસભાની બેઠક માટે ભાજપના  નિરિક્ષકો દ્વારા કાર્યકરો-આગેવાનોની સેન્સ લેવાઇઃ મોહનભાઇ કુંડારિયા સહિતનાં નામો સુચવાયા : સેન્સ આપોઃ- આજે રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે પ્રદેશ નિરીક્ષકો નરહરિ અમીન, બાબુભાઇ જેબલિયા અને જયાબેન ઠકકરે સેન્સ લેવાનું શરૂ કરેલ. સવારથી બપોર સુધીમાં જસદણ, ટંકારા, વાંકાનેર અને રાજકોટ ગ્રામ્યના કાર્યકરોએ સેન્સ આપેલ શહેરની સેન્સ બપોર પછી લેવાશે. આ પ્રસગે કાર્યાલયો શહેર-જિલ્લાના આગેવાનો મોહનભાઇ કુંડારિયા, નીતિન ભારદ્વાજ, પુષ્પદાન ગઢવી, ડો. કથીરિયા, નાગદાનભાઇ ચાવડા, રાજુ ધ્રુવ, ડી. કે. સખીયા, કમલેશ મિરાણી, ભાનુભાઇ મેતા, દેવાંગ માંકડ, જોષી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(તસ્વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ તા. ૧૪ :.. આગામી ર૩ એપ્રીલે યોજાનાર લોકસભાની ચૂંટણી માટે ભાજપનાં ઉમેદવાર તરીકે કોને ઉભા રાખવા તે અંગેની સેન્શ પ્રક્રિયા આજે સવારે ૯.૩૦ વાગ્યાથી રાજકોટ શહેર ભાજપનાં કરણપરા સ્થીત કાર્યાલય ખાતે ભાજપનાં પ્રદેશ નીરીક્ષકો નરહરીભાઇ અમીન, બાબુભાઇ જેબલીયા અને જયાબેન ઠક્કર દ્વારા હાથ ધરાઇ હતી.

જેમાં બપોરે ૧ર.૩૦ વાગ્યા સુધીમાં જસદણ-પડધરી-ટંકારા, મોરબી તાલુકાનો વાંકાનેર અને રાજકોટનાં કોટડા-લોધીકા તથા કોઠારીયા-વાવડીનાં વોર્ડ નં. ૧૧, ૧ર, ૧૮ નાં કાર્યકરો - આગેવાનોની સેન્સ લેવાઇ હતી.

આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાંથી વર્તમાન સાંસદ મોહનભાઇ કુંડારીયાને જ યથાવત રાખવા મોટા ભાગે સુચનો થયાનું અને માત્ર વાંકાનેર શહેરનાં એક-બે આગેવાનોએ મોહનભાઇ સામે ખુલ્લો વિરોધ દર્શાવ્યાની ચર્ચા ભાજપ કાર્યાલયમાં જાગી હતી.

જો કે મોહનભાઇ ઉપરાંત પણ અન્ય ત્રણ નામો આ સેન્સ પ્રક્રિયા દરમિયાન ઉછળ્યા હતાં. જેમાં જસદણનાં ડો. ભરત બોઘરા -રાજકોટનાં ચેતન રામાણી ત્થા ડી. કે. સખીયાનાં નામો પણ કેટલાક આગેવાનોએ સુચવ્યા હતાં.

મોડી સાંજ સુધી સેન્સ લેવાશેઃ કમલેશ મીરાણી

રાજકોટ શહેર ભાજપની સેન્સ પ્રક્રિયા સાંજે ૪.૩૦ વાગ્યાથી શરૂ થશે જે મોડી સાંજ સુધી ચાલશે.

આ અંતર્ગત વધુ માહિતી આપતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે જણાવ્યું હતું કે આ રાજકોટ લોકસભા બેઠકની સેન્સ પ્રક્રિયામાં રાજકોટ મહાનગરના વોર્ડ નં. ૧૧, ૧ર અને ૧૮, સાંજે ૪.૩૦ કલાકે રાજકોટ પૂર્વ-૬૮ વિધાનસભાના વોર્ડ નં. ૪, પ, ૬, ૧પ, ૧૬ અને ૧૮, સાંજે ૪.૩૦ કલાકે રાજકોટ પૂર્વ-૬૮ વિધાસભાના વોર્ડ નં. ૪, પ, ૬, ૧પ, ૧૬, પ.૩૦ કલાકે રાજકોટ પશ્ચિમ-૬૯ વિધાનસભાના વોર્ડ નં. ૧, ર, ૩, ૮, ૯, ૧૦ તથા ૬.૩૦ કલાકે રાજકોટ દક્ષિણ વિધાનસભાના રાજકોટ મહાનગરના વોર્ડ નં. ૭, ૧૩, ૧૪, ૧૭ ના અપેક્ષીત શ્રેણીના કાર્યકર્તાઓને સાંભળવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તથા સાંજે ૭.૩૦ થી વ્યકિતગત મુલાકાત દ્વારા મોડી સાંજ સુધી કાર્યકર્તાઓને સાંભળવામાં આવશે.

આ સેન્શ પ્રક્રિયામાં શહેરના પ્રભારી પુષ્પદાનભાઇ ગઢવી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન તથા રાજકોટ લોકસભા સીટના ઇન્ચાર્જ ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ, સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવીંદભાઇ પટેલ, અરવીંદ રૈયાણી, લાખાભાઇ  સાગઠીયા, જિલ્લા ભાજપ પ્રમુખ ડી.કે.સખીયા, રાજુભાઇ ધ્રુવ, શહેર ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, રાઘવજીભાઇ ગડારા, હીરેન પારેખ, ડો.વલ્લભ કથીરીયા, બાવનભાઇ મેતલીયા, નાગદાનભાઇ ચાવડા, સહીતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ સેન્સ પ્રક્રિયાને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, શહેર ભાજપ કોષાધ્યક્ષ અનિલભાઇ પારેખ, શહેર ભાજપ કાર્યાલય મંત્રી હરેશ જોષી, રમેશભાઇ જોટાંગીયા, જયંતભાઇ ઠાકર, ભરતભાઇ સોલંકી, રાજન ઠકકર, ચેતન રાવલ, હરેશ ફીચડીયા, નરહરી પંડીતએ વ્યવસ્થા સંભાળી હતી.

સાંજે-શહેર ભાજપ શુ 'રોન' કાઢશે?

દરમિયાન નોંધનિય છે કે શહેર ભાજપમાં પણ મોહનભાઇ કુંડારિયાના વિરોધનો ગણ ગણાટ શરૂ થયો હતો અને વિકલ્પે, ધનસુખભાઇ ભંડેેરી, ઉદયભાઇ કાનગડ ત્થા પુષ્કર પટેલના નામોની 'સેન્શ' આપવાની ચર્ચાએ શહેર ભાજપમાં જોર પકડયાની ત્થા આ મુદ્દે જરૂર પડયે કાર્યાલયની તાળા બંધી જેવા પગલા લેવાની ચર્ચા પણ ચાલી હતી.

(3:17 pm IST)
  • ગાંધીનગર બેઠક પરથી ભાજપના દિગજ્જ નેતા ચૂંટણી લડે તેવી શકયતા ;એમપીના રાજ્યપાલ આંનદીબેન પટેલ બાદ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહનું નામ ચર્ચામાં ઉમેરાયું :અટકલની આંધી access_time 1:17 pm IST

  • રાહુલને બીજેપીનો પલટવાર : તમારા ગ્રેટ ગ્રાન્‍ડફાધરે જ ચીનને ભેટમાં આપી હતી UNSC સીટ : દેશ હજુ સુધી ગાંધી પરિવારની ભૂલોને ભોગવી રહ્યું છે access_time 4:36 pm IST

  • કેન્દ્રમાં UPA સરકાર આવશે તો સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 33 ટકા અનામત : લોકસભામાં બિલ પાસ કરાવશું : ગૂડસ એન્ડ સર્વિસ ટેક્સ પ્રક્રિયા સરળ બનાવશું : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી access_time 8:01 pm IST