Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

શાપર-વેરાવળમાં જુદા રહેવા બાબતે પત્નિ સાથે ઝઘડો થતા જીતેષે ફીનાઇલ પી લીધું

ઘરકંકાસના કારણે પત્નિએ પતિ જીતેષને દોઢ વર્ષથી ઘરમાંથી કાઢી મુકયાનો આક્ષેપ

રાજકોટ તા. ૧૪: શાપર-વેરાવળમાં શિવનગરમાં રહેતા વણકર યુવાને ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ શાપર-વેરાવળ શિવનગર-પમાં રહેતા જીતેષ આંબાભાઇ સોલંકી (ઉ.વ. ૩પ) એ ગઇકાલે ફીનાઇલ પી જતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. જીતેષ મજૂરી કામ કરે છે. તેના બાર વર્ષ પહેલા વર્ષા ઉર્ફે કારી સાથે લગ્ન થયા હતા. તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. લગ્ન બાદ પતિ-પત્નિ વચ્ચે અવારનવાર જુદા રહેવા બાબતે ઝઘડા થતા હોઇ, અને પત્નિએ દોઢ વર્ષથી ઘરમાંથી કાઢી મુકયો હોવાનો જીતેષ સોલંકીએ આક્ષેપ કર્યો છે. આ બનાવ અંગે શાપર-વેરાવળ પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)