Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

રાજકોટના ૧૪ અને જીલ્લાના ૪ મળી ૧૮ મદદનીશ સરકારી વકીલોને બે વર્ષનું એકસ્ટેન્શન

ચૂંટણીની આચારસંહિતા પહેલા કાયદા ખાતાએ બહાર પાડેલ જાહેરનામુ ડી.પી.પી. કચેરીને મળ્યું : ૩૧/૧ર/ર૦ર૦ સુધીની તમામ સરકારી વકીલોની મુદ્દત કાયદા ખાતાએ લંબાવી : ચૂંટણી પ્રક્રિયા મુખ્યત્વે ચાર કાયદાઓથી કરવામાં આવે છે, બંધારણ અને સુપ્રિમ કોર્ટે ભારતીય ચૂંટણી પંચને વિશાળ સત્તાઓ પ્રદાન કરી છેઃ જયાં કાયદાકીય જોગવાઇ ન હોય અથવા કાયદો પ્રર્યાપ્ત ન હોય તેવા સંજોગોમાં ચૂંટણી પંચ આદેશ જારી કરી શકે છે, આચાર સંહિતા તેનું ઉદાહરણ

રાજકોટ, તા. ૧૩ : લોકસભાની ચૂંટણી જાહેર થાય અને આચારસંહિતા લાગુ પડે તે પૂર્વે કાયદા વિભાગના નાયબ સચિવશ્રી ડી.એમ. ભાભોરે તા. પ-૩-૧૯ના હુકમથી રાજકોટ શહેરના ૧૪ અને જીલ્લાના ૧૮ મદદનીશ સરકારી વકીલોની મુદત તારીખ ૩૧-૧ર-ર૦ર૦ સુધીની લંબાવી આપી છે.

ચૂંટણી જાહેર થયા પહેલા થયેલ આ હુકમનું જાહેરનામુ ગઇકાલે સાંજે ડી.જીપી. કચેરીને મળેલ હતું. આ નિમણૂંકોને ભાજપ લીગલ સેલના પ્રદેશ અગ્રણી દિલીપભાઇ પટેલ, રાજકોટના હિતેષભાઇ દવે, પિયુષભાઇ શાહ, બળવંતસિંહ રાઠોડ, રૂપરાજસિંહ પરમારે શુભેચ્છા પાઠવી હતી.

ગુજરાત સરકાર, આથી સન ૧૯૭૩ના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ (સન ૧૯૭૪નો બીજો)ની કલમ-ર૪(૩) અને કાયદા અધિકારી (નિમૂણક અને સેવાની શરતો) અને સરકારના કાયદાવિષયક કાર્યના સંચાલન નિયમો-ર૦૦૯ના નિયમ-૬(૧)થી મળેલ સત્તા અન્વયે નીચે દર્શાવેલ મદદનીશ સરકારી વકીલ/એડીશનલ પબ્લિક પ્રોસીકયુટરની રાજકોટ જિલ્લા કોર્ટ ખાતે તા. ૩૧/૧ર/ર૦ર૦ સુધી નિમણૂંકની મુદત લંબાવી છે. જેમાં રાજકોટ શહેરના સ્મિતાકુમાર એન. અત્રી, કમલેશકુમાર ભીખુભાઇ ડોડીયા, બિનલ અશોકકુમાર રવેશીયા, મુકેશ ગોવિંદભાઇ પીપળીયા, રક્ષિત વસંતભાઇ કલોલા, અતુલ હસમુખભાઇ જોષી, અનિલ સંતોષકુમાર ગોગીયા, દિલીપ માનશંકર મહેતા, મહેશકુમાર સોમનાથભાઇ જોષી, સોશન આબીદ અકબરઅલી, સમીર મધુકરભાઇ ખીરા, પ્રશાંત કનુભાઇ પટેલ, તરૂણ સીતારામ માથુર, પરાગ નયનભાઇ શાહ તથા ગોંડલના જન્મેજયસિંહ ધર્મેન્દ્રસિંહ ચાવડા, ઘનશ્યામભાઇ કે. ડોબરીયા, તથા જેતપુરના કેતન અનંતરાય પંડયા તેમજ ધોરાજીના કાર્તિકેય મનોજભાઇ પારેખનો સમાવેશ થાય છે.

આ નિમણૂંક આ જાહેરનામુ બહાર પાડતી વખતે અમલમાં હોય તે પ્રમાણેની અને વખતોવખત સુધારા અથવા ફેરફાર કરવામાં આવે તે પ્રમાણેની ગુજરાત કાયદા અધિકારીઓ (નિમણૂંક અને સેવાની શરતો) નિયમો ર૦૦૯માં નિર્દિષ્ટ કરેલી શરતોને આધીન રહેશે તેમ કાયદા સચિવ શ્રી ભાભોરે બહાર પાડેલ જાહેરનામામાં જણાવેલ છે.

(4:08 pm IST)
  • કલેકટરનો ખાસ પરિપત્રઃ જનરલ શાખાનું હવેથી નવું નામ ''ખાસ'' શાખા રહેશે : રાજકોટ કલેકટર ડો. રાહુલ ગુપ્તાએ જનરલ શાખાનું નામ ફેરવ્યું: હવેથી ''ખાસ'' શાખા તરીકે ઓળખાશેઃ રાજય સરકારની તમામ કચેરીઓ લીધી સંપર્કમાં છેઃ જીલ્લાની દરેક કચેરીને આ પ્રમાણે નવા નામથી પત્ર વ્યવહાર કરવા પણ આપેલી સુચના... access_time 3:36 pm IST

  • જવાહરલાલ નેહરુએ પંજાબના ભાગલા પડાવ્યા : ઇન્દિરા ગાંધીએ અમૃતસર ટેમ્પલ ઉપર હુમલો કરાવ્યો : રાહુલ ગાંધી પાકિસ્તાનની ભાષા બોલે છે : જયારે મોદી સરકારના વખતમાં ભારત તથા પાકિસ્તાનના નાગરિકોને જોડતા કરતારપુર કોરિડોરનું નિર્માણ થયું : આવતીકાલે કરતારપુર કોરિડર મુદ્દે વાઘા બોર્ડર ઉપર મળનારી મિટિંગ પૂર્વે કેન્દ્રીય મિનિસ્ટર સુશ્રી હરસિમરત કૌર બાદલ access_time 8:01 pm IST

  • સાબરકાંઠામાં પબજી અને મોમો ચેલેન્જ ગેમ ઉપર પ્રતિબંધ લાદતા કલેકટર : પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમનારા સામે કાયદાકીય દંડની કાર્યવાહી થશે access_time 6:14 pm IST