Gujarati News

Gujarati News

News of Thursday, 14th March 2019

ડોમેસ્ટિક કાઇન્સિલ ફોર જેમ્સ એન્ડ જવેલરીની રચના

જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન રાજકોટનો કાઉન્સિલમાં સમાવેશ : સોના ચાંદી, હીરા, ઇમિટેશન-પ્રેસીયસ સ્ટોન ઉદ્યોગને પ્રતિનિધિત્વ : ૧ મે સુધીમાં ચુંટાયેલા લોકો કાર્યરત થશે

રાજકોટ તા ૧૩ :  ભારત સરકાર દ્વારા દેશમાં કાર્યરત સોના, હીરા, ચાંદી અને તેને લગતા વ્યવસાયની બધી સંસ્થાઓની એક કાઉન્સિલની તાજેતરમાં રચના કરવામાં આવી છે. આ ડોમેસ્ટિક કાઉન્સિલ ફોર જેમ્સ એન્ડ જવેલરીનું લોન્ચીંગ મુંબઇમાં વાણિજય અનેઉદ્યોગ મંત્રી સુરેશ પ્રભુ દ્વારા કરવામાં આવ્યું. આ નવી કૌન્સિલ ૧ મે ૨૦૧૯  સુધીમા ં ચુંટાયેલા બોડી  સાથે સંપૂર્ણ રીતે કાર્યરત બનશે.

આ ઐતિહાસીક લોન્ચીંગમાં શ્રીમતી રૂપા દત્તા, આર્થિક સલાહકાર, વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય આર. સેંથીલનાથન, જોઇન્ટ સેક્રેટરી, વાણિજય અને ઉદ્યોગ મંત્રાલય, પ્રમોદ કુમાર અગ્રવાલ (કન્વીનર નેશનલ  એડ-હોક કમિટી, ડોમેસ્ટિક કાઉન્સિલ ફોર જેમ્સ એન્ડ જવેલરી અને ચેરમેન જીજેઇપીસી) અને વિવિધ ટ્રેડ એસોસિએશનના ૧૪  પ્રતિનીધીઓ  કે જેઓ નવી કાઉન્સિલની તાજેતરમાં રચાયેલી એડ-હોક કમિટીની રચનામાં સામેલ છે, તેઓ હાજર હતા.

 આ તકે મંત્રીશ્રીએ કહ્યું હતું કે '' નવા વિચારો, નવી ટેકનીકો, અને આ  ક્ષેત્ર માટે એક સંગઠિત માળખુ રચીને આ ક્ષેત્રની જબરજસ્ત  ક્ષમતાને બહાર લાવી શકાય છે. અને આન ેસોનું અને સોનાના દાગીના માટેના જોડાણ સાથ ેસંકલન કરવુ કે જે સદીઓથી  ભારતીય સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. આ ઉદ્યોગ નિકાસમાં પહેલાંથી ૪૨ અબજ ડોલરનું  ટન ર્ઓવરધરાવે છે અને સ્થાનિક બજાર પણ ઘણું મોટું હોવાનો અંંદાજ  છે. આ  બંને બજારોને સંકલિત રીતે વિકસાવવાના પ્રયાસો અર્થતંત્રન ભારે પ્રોત્સાહન આપશે. સાથોસાથ આગામી કેટલાક વર્ષોમાં લાખો વધારાની નોકરીઓ પણ ઉભી કરાવશે.

વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના વશિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, '' બહુવિધ પ્રતિનિધિત્વ ધરાવતી ડોમેસ્ટિક કાઉન્સિલ  જવેલર્સો અનેકારીગરોને મંત્રાલયન ે માળખાગત રીતે મુખ્ય મુદ્દાઓ અને માંગને રજુ કરવામાં મદદ કરી શકે છે.''

પ્રારંભિક ટિપ્પણીમાં પ્રમોદકુમાર અગ્રવાલ (કન્વીનર, એડ-હોક કમિટી, ડોમેસ્ટિક કાઉન્સિલ અને ચેરમેન જીજેઇપીસી) એ જણાવ્યું હતું કે '' અમે ભારતીય જેમ્સ એન્ડ જવેલરી સેકટર માટે ડોમેસ્ટિક કાઉન્સિલ રચવાના સરકારના નિર્ણયનું સ્વાગત કરીએ છીએ.''

હાલના તબક્કે સરકાર દ્વારા આ ડોમેસ્ટિક કાઉન્સિલમાં  એડ-હોક કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેમ્સ એન્ડ જવેલરી એકસપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (જીજેઇપીસી), મુંબઇ, ઇન્ડિયા બુલિયન એન્ડ જવેલર એસોસિએશન (આઇબીજેએ) મુંબઇ, એસોસિએશન ઓફ ગોલ્ડ રીફાઇનરીઝ   એન્ડ  મિન્ટ્સ (એજીઆરએમ),   કોચીન,  ઇમિટેશન જવેલર્સ મેન્યુફેકચરર એસોસિએશન (આઇજેએમએ) મુંબઇ, તામિલનાડુ સ્વર્ણ ફેડરેશન, ચેનનઇ, બાંગીયા સ્વર્ણ શિલ્પી સમિતી, કોલકતાનો સમાવેશ કરાયો છે.

તેમજ  ભારત ડાયમંડ બુર્સ (બીડીપી) મુંબઇ, રાજકોટ જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન, રાજકોટ, ઇન્ડિયા જવેલર્સ ફોરમ (આઇજેએફ) અમૃતસર, ઉતર પ્રદેશ સરાફા એસોસિએશન, કાનપુર, ભારતીય સ્વર્ણકાર સંઘ, જયપુર, ઓરિસા જવેલર્સ એસોસિએશન, કટક, કર્ણાટક જવેલર્સ, બેંગલોર, ઓલ  ઇન્ડિયા જેમ્સ એન્ડ જવેલરી ડોમેસ્ટિક કાઉન્સીલ (જીજેસી), મુંબઇ નેશનલ ગોલ્ડ, સિલ્વર, રીફાઇનર્સ એન્ડ જવેલર્સ એસોસિએશન, વીટા, મહારાષ્ટ્ર, ઇન્ડિયન એસોસિએશન ઓફ હોલમાર્કીગ સેન્ટર્સ અમદાવાદનો સમાવેશ કરાયો છે.

અત્રે ઉલ્લેખનાીય છે કે ભારતમાંથી ૧૬ એસોસિએશનમાંથી, ગુજરાતમાંથી જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન રાજકોટની પસંદગી કરી  તેનો એડ-હોક કમિટીમાં સમાવેશ કરવામાં આવેલ છે.

ગુજરાતના જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગના એસોસિએશનનો વધારે માહીતી માટે જેમ્સ એન્ડ જવેલરી એસોસિએશન રાજકોટના પ્રમુખ દિવ્યેશભાઇ પાટડીયા મો. ૯૯૦૯૧ ૦૦૪૧૪, મંત્રી મયુરભાઇ આડેસરા મો. ૯૯૨૪૭ ૪૬૦૦૦ અને મીડીયા કમીટી નીરેનભાઇ બારભાયાનો મો. ૯૮૨૫૦ ૩૭૧૩૩ પર  સંપક ર્કરી શકાય છે.

(4:06 pm IST)