Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

કાલે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા રાજકોટઃ કાર્યક્રમો

રાજકોટ તા.૨૩: શિક્ષણમંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તા. ૨૪ ફેબ્રુઆરીના રાજકોટની મુલાકાતે આવનાર છે ત્યારે તેમની અધ્યક્ષતામાં અનેકવિધ કાર્યક્રમો યોજાનાર છે.

મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા સવારે ૯.૩૦ કલાકે રેસકોર્ષ ખાતે યોજાનાર જીનિયસ ગૃપ ઓફ ઇન્સ્ટીટયુશન દ્વારા આયોજીત ''ડિફેન્સ યુથ ફિએસ્ટા-૨૦૧૯'' માં હાજરી આપશે. ડિફેન્સ યુથ ફિએસ્ટાની થીમ ''નો યોર ડિફેન્સ ફોર્સ'' રાખવામાં આવી છ. જે અંતર્ગત ભારતીય સેનાની ત્રણેય પાંખો કેવી રીતે કમ કરે છે તે અંગે વિવિધ પ્રોજેકટસ દ્વારા બાળકોને સૈન્ય પ્રત્યે આકર્ષિત કરવામાં આવશે. આ યુથ ફિએસ્ટા તા. ૨૭ ફેબ્રુઆરી સુધી ચાલુ રહેશે આ ચાર દિવસ દરમ્યાન અનેક વર્કશોપ, ટ્રેનિંગ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ વાઘા બોર્ડર પરેડ રેપ્લીકા, નડાબેટ પ્રદર્શન, મશાલ માર્ચ, સૈન્યના વિવિધ શસ્ત્રોનું પ્રદર્શન લોકોના આકર્ષણનું મુખ્ય કેન્દ્ર  રહેશે.

ત્યારબાદ મંત્રી ચુડાસમા સવારે ૧૦.૩૦ કલાકે આત્મીય યુનિવર્સિટી, યોગીધામ ગુરૂકુળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે આત્મીય યુનિવર્સિટીના શુભારંભ તથા એમ.એન્ડ એન. વિરાણી સાયન્સ કોલેજના સુવર્ણજયંતિ સમારોહમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ બપોરે ૨ કલાકે શ્રી રામકૃષ્ણ આશ્રમ વિવેક હોલ, રાજકોટ ખાતે શ્રી રામકૃષ્ણ આશ્રમ આયોજિત સ્વામિ વિવેકાનંદ પર સ્ટેટ લેવલ લેખિત કવીઝ કોમ્પીટીશનમાં ઉપસ્થિત રહેશે. ત્યારબાદ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાં બપોરે ૩.૩૦ કલાકે કલેકટર કચેરી ખાતે રાજકોટ જિલ્લા માટે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦ના આગોતરા આયોજન તૈયાર કરવા અંગે જિલ્લા આયોજન મંડળની બેઠકમાં ઉપસ્થિત રહેશે.

ત્યારબાદ મંત્રી ચુડાસમા બપોરે ૫ કલાકે સર્વોદય સ્કૂલ-પાછળ, ૨૫૦ ફુટ રીંગ રોડ, રાધાસ્વામી આશ્રમ પાછળ, પાળ રોડ, રાજકોટ ખાતે સર્વોદય શાળાના નવા શૈક્ષણિક ભવનના ઉદ્દઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. ઉપરોકત કાર્યક્રમ પૂર્ણ થયે મંત્રીશ્રી ગાંધીનગર જવા રવાના થશે.(૧.૨૬)

(3:54 pm IST)