Gujarati News

Gujarati News

News of Saturday, 23rd February 2019

દેશી દારૂની ડ્રાઇવમાં ૧૨ સ્થળે દરોડાઃ છ શખ્સો પકડાયા

રાજકોટ, તા.૨૩: શહેરમાં દેશી દારૂની ડ્રાઇવમાં પોલીસે બાર સ્થળે દરોડા પાડી છ શખ્સોને પકડી લીધા છે.

મળતી વિગત મુજબ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી ગઇકાલે શહેરના જુદા જુદા વિસ્તારમાં દેશી દારૂની ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં શાસ્ત્રીમેદાન પાસેથી એ ડીવીઝન પોલીસ રૂ.૬૦ના દેશી દારૂ સાથે કાળુ પુંજાભાઇ ચાંકને પકડી લીધો હતો. જયારે મોરબી રોડ જય જવાન જય કિશન સોસાયટી મફતીયાપરામાંથી રૂ.૮૦નો દારૂ કબ્જે કર્યો હતો. જયારે પૂજા રાહુલભાઇ ભોજાણી નાસી ગઇ હતી. જયારે ખોખડદળના પુલ પાસે થોરાળા પોલીસે રૂ.૮૦નો દેશી દારૂ કબ્જે કર્યો હતો. જયારે સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયા આજી નદીના કાંઠે રહેતો પ્રદિપ ઉર્ફે રઘો અરજણભાઇ સાવલીયા ભાગી ગયો હતો જયારે ભકિતનગર પોલીસે ઢેબર કોલોની મફતીયાપરામાંથી રૂ.૮૦નો દારૂ કબજે કર્યો હતો ત્યારે શારદા કમલેશભાઇ ચુડાસમા નાસી ગઇ હતી. જયારે ઢેબર રોડ જુના જકાતનાકા પાસેથી રૂ.૩૦૦ના દેશી દારૂ સાથે મેરામ ખીમાભાઇ () ને પકડી લીધો હતો. જયારે આજીડેમ પોલીસે ગોંડલ રોડ દિનદયાળ ત્રણ માળીયા કવાર્ટર બ્લોક નં.૩૦માંથી સંગીતા મુકેશભાઇ વાઘેલાને રૂ.૧૦૦ના દેશી દારૂ સાથે પકડી લીધો હતો. બાદ આજીડેમ ચોકડી પાસે રવિવારીના ગ્રાઉન્ડમાંથી રૂ.૮૦નો દેશી દારૂ કબ્જે કર્યો હતો. જયારે ભાનુ દીપકભાઇ રાઠોડ નાસી જત તેની શોધખોળ આદરી છે. મારૂતી નંદનનગર શેરી નં.૩માં માલવીયાનગર પોલીસે રૂ.૧૦૦નો દેશી દારૂ કબ્જે કર્યો હતો. ત્યારે દિલીપ સુખલાલભાઇ રાઠોડ નાસી ગયો હતો. ગાંધીગ્રામ પોલીસે ઘંટેશ્વર ૨પ વારીયા કવાર્ટર નં.૮૦૯માંથી રૂ.૬૦ના દેશી દારૂ સાથે લીલી રાજુભાઇ સોલંકીને ઝડપી લીધી હતી. જયારે તાલુકા પોલીસે મોટા મવા ગામ પાછળ વાડી પાસેથી રૂ.૪૦ના દેશી દારૂ સાથે રાયધન પેમાભાઇ જપાણીયાને પકડી લીધો હતો. જયારે યુનિવર્સિટી પોલીસે રૈયાધાર મફતીયાપરામાંથી રૂ.૨૦૦ના દેશી દારૂ સાથે જ્યોત્સના રાજેશભાઇ દેવીપૂજકને પકડી લીધા હતા અને યુનિવર્સિટી રોડ પર શાંતિનગર મફતીયાપરામાંથી રૂ.૨૬૦નો દેશી દારૂ કબ્જે કર્યો હતો. જયારે દિપક મગનભાઇ સોલંકી ભાગી ગયો હતો.(૨૩.૪)

(3:47 pm IST)