Gujarati News

Gujarati News

News of Saturday, 12th January 2019

પતંગ બજારમાં રહી રહીને ચાર્મ : ડોરેમોન, છોટા ભીમ, સ્પાઇડરમેનના ચિત્રો છવાયા

રાજકોટ : સોમવારે પતંગ પર્વ મકર સંક્રાંતિ છે. પરંતુ કાલે રવિવાર એટલે રજાનો દિવસ હોય બે દિવસીય મહોત્સવ માણવા પતંગ રસીયાઓ ઉત્સુક બન્યા છે. રાજકોટની પતંગ બજારના વેપારીઓના જણાવ્યા મુજબ મોંઘવારીના કારણે જોઇએ તેવી ખરીદી આ વર્ષે નીકળી જ નહોતી. જો કે છેલ્લા બે ત્રણ દિવસથી કઇક ચામ આવ્યો છે. રૂ. પ નો પંજોથી લઇને રૂ. ૫૦૦ નો પંજો સુધીની કિંમતની પતંગો મળી રહી છે. જેમાં ડોરેમોન, છોટા ભીમ, સ્પાઇડર મેન, નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીના ચિત્રોવાળી પતંગોનો ક્રેઝ રહ્યો છે. દોરામાં પણ જવા દામ એવો માલ ઉપલબ્ધ છે. માંજો પાયેલો દોરો વાર લેખે વેંચાતો હોય છે. છ તારથી માંડીને બાર તાર સુધીના દોરા મળે છે. બરેલી, ભગવાન, પાંડા, સાંકળ જેવી બ્રાન્ડોની માંગ રહે છે.તસ્વીરમાં રંગ બેરંગી વિવિધ સાઇઝના પતંગો અને દોરાઓથી છલોછલ સદરની પતંગ બજાર નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) (૧૬.૫)

(3:51 pm IST)