Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

રવિવારે ગુરૂગોવિંદસિંહજીનો જન્મોત્સવ : કાલે નગર કિર્તન

'જો બલે સો નિહાલ' ના નારાઓથી કાલે રેસકોર્ષ રીંગરોડ ગજાવાશે : રવિવારે ગુરૂસીમરન ખાતે લંગર પ્રસાદ- શબદ કિર્તન

રાજકોટ તા. ૧૧ : રાષ્ટ્ર અને ધર્મ માટે પુરેપુરા વંશે શહીદી વહોરી લીધી તેવા શ્રી ગુરૂગોવિંદસિંહજીનો ૩૫૨ મો પ્રકાશ દિવસ (જન્મ દિવસ) આગામી રવિવારે ઉજવવામાં આવનાર છે. જેનાભાગરૂપે કાલે તા. ૧૧ ના શનિવારે શહેરમાં નગક કિર્તનનું આયોજન જોરશોરથી કરાયુ છે.

ઉત્સવની વિગતો 'અકિલા' ખાતે વર્ણવતા જણાવાયુ હતુ કે શીખ ધર્મના દશમા ગુરૂ (દશહે નાનક) ખાલસા પંથા સ્થાપક એવા ગુરૂ ગોવિંદસિંઘહજીની જન્મ જયંતિ ઉજવવા શીખ સમુદાયમાં અનેરો ઉમંગ છવાયો છે. રવિવારે રેસકોર્ષ રીંગરોડ, ગુરૂ સીમરન ખાતે લંગર પ્રસાદ અને શબદ કિર્તનના કાર્યક્રમો થશે.

જયારે કાલે તા. ૧૧ ના શનિવારે નગર કિર્તન રાખેલ છે. કાલે બપોરે ૪ વાગ્યે લાઇફ બિલ્ડીંગ રેસકોર્ષ રીંગરોડથી નગર કિર્તનનો પ્રારંભ થશે. કિશાનપરા ચોક, એલ.આઇ.સી. ચોક, એસ્ટ્રોન ચોક, સરદારનગર મેઇન રોડ, ડો. યાજ્ઞીક રોડ, જિ.પં. ચોક, કિશાનપર ચોક થઇ પૂનઃ લાઇફ બિલ્ડીંગ પાસે ગુરૂદ્વારા ખાતે પૂર્ણાહુતી કરાશે.

'જો બોલે સો નિહાલ સતશ્રી અકાલ', 'વાહી ગુરૂજી કા ખાલસા વાહી ગુરૂજી કી ફતેહ' ના નારાઓથી કાલે માર્ગો ગુંજી ઉઠશે. નગર કિર્તન રૂટમાં વિવિધ સાકાજીક સેવાકીય સંગઠનો દ્વારા ઠેરઠેર લંગર પ્રસાદ, ઠંડા પીણાની વ્યવસ્થાઓ કરાઇ છે. ધર્મપ્રેમીજનોએ સામેલ થવા જાહેર અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા શૈલેષભાઇ પંડયા, જગનસિંઘ ઇશ્વરસિંઘ, શમશેર ભગતસિંઘ, પ્રાચી છાબરીયા, હરિસિંઘ સુચરીયા (મો.૯૮૨૫૦ ૭૫૫૧૮) નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:41 pm IST)