Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

દિપેશભાઇ પંડ્યાનો એકલવાયા જીવનથી કંટાળી ફાંસો ખાઇ આપઘાત

બાલાજી હોલ પાછળ વલ્લભ વિદ્યાનગર સોસાયટીમાં બનાવ

રાજકોટ તા. ૧૧: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાછળ વલ્લભ વિદ્યાનગર સોસાયટી-૧માં રહેતાં દિપેશભાઇ મહેશભાઇ પંડ્યા (ઉ.૩૫) નામના યુવાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

બનાવની જાણ થતાં તાલુકાના હેડકોન્સ. રમેશભાઇ ચોૈહાણે જરૂરી કાર્યવાહી કરી હતી. પોલીસ તપાસમાં ખુલ્યા મુજબ દિપેશભાઇ વકિલની ડીગ્રી ધરાવતાં હતાં. પણ હાલ પ્રેકટીસ કરતાં નહોતાં. તેના પિતા નીચેના રૂમમાં રહે છે. બીજા ભાઇ-બહેન અલગ રહે છે. કાલે દિપેશભાઇ ઉપરના રૂમમાંથી નીચે ન આવતાં પિતા તપાસ કરવા જતાં બનાવની ખબર પડી હતી. એકલવાયા જીવનથી કંટાળી જતાં પગલુ ભર્યુ હતું. અગાઉ પણ દિપેશભાઇ ટીકડી પી ગયા હતાં ત્યારે પણ હેડકોન્સ. રમેશભાઇએ પુછતા આવુ જ કારણ જણાવ્યું હતું.

(3:35 pm IST)