Gujarati News

Gujarati News

News of Friday, 11th January 2019

ભલગામમાં કાલે ભીમ ભજન - સ્નેહ મિલન

અનુસુચિત જાતિ સમાજ દ્વારા સ્નેહ મિલનના સથવારે આયોજન

રાજકોટ તા. ૧૧ : માનવ બુધ્ધ વિહાર ભલગામ, રાજકોટ હાઇવે, વાંકાનેર બાઉન્ડ્રીથી અડધો કિલોમીટર, પાવર હાઉસની બાજુમાં કાલે તા. ૧૨ ના સાંજે ભીમ ભજનનું આયોજન કરાયુ છે.

સમગ્ર અનુસુચિત જાતિ સમાજ આયોજીત આ કાર્યક્રમ અંગેની  વિગતો વર્ણવતા આગેવાનોએ જણાવેલ કે ડો. બી. આર. આંબેડકરની યાદમાં દલિત સમાજના યુવા કાર્યકરો, ભાઇઓ બહેનોનું એક સ્નેહ મિલન પણ યોજેલ છે. તેમજ સાંજે ૬ વાગ્યે સ્વરૂચી ભોજન અને બાદમાં ભીમ ભજનનો કાર્યક્રમ રાખેલ છે. જેમાં વિશન કાથડ, મનસુખભાઇ મકવાણા ભજન સાહીત્યની આહલેક જગાવશે.

આ કાર્યક્રમોના મુખ્ય અતિથી સ્થાને સામાજક એકતા જાગૃતિ મિશનના સંયોજક કેવલસિંહ રાઠોડ, પૂર્વ ધારાસભ્ય સિધ્ધાર્થભાઇ પરમાર, એસ.સી.એસ.ટી. ફેડરેશનના પ્રકાશભાઇ ઝા, ભલગામના સરપંચ ભાભલુભાઇ ખાચર, નાગપુરના જી. વાસુદેવન, ઇન્ગલેસર, સુપ્રિમ કોર્ટ એડવોકેટ સ્મિતા કાંબલે, આકાશ મુન વગેરે ઉપસિથત રહેશે.

ભલગામ ખાતે અયાોજીત આ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા અનુસુચિત જાતિ સમાજ (મો.૯૫૮૬૩ ૨૩૩૩૨, ૯૮૨૫૩ ૨૧૯૫૬) દ્વારા અનુરોધ કાયો છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે ભલગામના કાર્યક્રમોની વિગતો વર્ણવણા અજીતભાઇ બેડવા, માણસુરભાઇ બેડવા, ભીમજીભાઇ બેડવા, દેવજીભાઇ ચાવડા, નરેશભાઇ સાગઠીયા, મેસુરભાઇ બેડવા, પ્રવિણભાઇ મુછડીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:24 pm IST)