Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

યુવા મતદારોના નામ વધુને વધુ ઉમેરોઃ કોલેજોમાં કેમ્પ કરોઃ મુખ્ય ચૂંટણી અધિકારીની ખાસ વીસી

અવસાન પામેલાના નામ ડીલીટ કરવા ફોર્મ નં. ૭ ભરાવોઃ હજુ ૪૦૦ નામો ડીલીટ કરવા બાકી... : રાજકોટ જીલ્લામાં પ૬૦૦થી વધુ દિવ્યાંગોઅવસાન પામેલાના નામ ડીલીટ કરવા ફોર્મ નં. ૭ ભરાવોઃ હજુ ૪૦૦ નામો ડીલીટ કરવા બાકી...: ૮૭૦૦થીવધુ એકસરખા નામોઃ ખાત્રી કરવા આદેશો

રાજકોટ તા. ૧૪ :.. રાજયના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી મુરલી ક્રિષ્ણને ગઇકાલે બપોર બાદ રાજકોટ સહિત રાજયભરના કલેકટરો સાથે ખાસ વીસી યોજી હતી, જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ - નામકમી ઉમેરવા, ડુપ્લીકેટ નામો એક સરખા નામો, દિવ્યાંગો-અપંગ-વૃધ્ધો, યુવા મતદારો, અંધ મતદારો વિગેરે બાબતે ખાસ સમીક્ષા કરી હતી.

સીઇઓએ દરેક કલેકટરને મતદાર યાદીમાં ૧૮-૧૯ વર્ષની વયના યુવા મતદારોના નામો વધુને વધુ ઉમેરાય અને આના માટે કોલેજોમાં સ્પે. કેમ્પ રાખવા - મતદાર યાદીમાં નામ ઉમેરવા માટે  જાગરૂતતા લાવવા સુચના આપી હતી.

રાજકોટ જીલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ માહિતી અપાઇ હતી.

રાજકોટ જીલ્લામાં હાલ અવસાન પામેલા હોય અને મતદાર યાદીમાં નામ બોલતા હોય તેમાંથી ૪૬૭૭ ના ફોર્મ નં. ૭ નામ કાઢી નાખવા અંગે ભરી લેવાયા છે, હજુ ૪૦૦ બાકી હોવાનું ફલીત થયું છે.

જીલ્લામાં પ૬૦૦ થી વધુ અપંગ-વિકલાંગ- દિવ્યાંગ મતદારો નોંધાયા છે, મતદાન સમયે અંધ લોકોને સહાય માટે એક વ્યકિત આપવા, વિકલાંગોને ચેર આપવા અંગે નિર્દેશ અપાયો હતો.

જીલ્લામાં ડૂપ્લીકેટ નામો નથી પણ ૮૭૦૦ થી વધુ એક સરખા નામો ધરાવતા મતદારો છે, આ અંગે ખાત્રી કરી લેવા પણ સુચના અપાઇ હતી. (પ-રર)

(3:42 pm IST)