Gujarati News

Gujarati News

News of Saturday, 15th December 2018

કોર્પોરેશનનાં વિવિધ કોન્ટ્રાકટોમાં ૩ર લાખનો ગોટાળોઃ પેમેન્ટ અટકાવાયા

જુલાઇ, ઓગષ્ટ અને સપ્ટેમ્બરમાં થયેલ ડ્રેનેજ, વોટર વર્કસ, સ્નાનાગાર અને બગીચાનાં કામોના બીલોમાં ઓડીટ વિભાગે ક્ષતીઓ શોધી

રાજકોટ, તા., ૧૪: મ્યુનીસીપલ કોર્પોરેશનનાં વિવિધ કોન્ટ્રાકટોમાં ગોલમાલ થતી હોવાની ફરીયાદો અવાર નવાર ઉઠે છે ત્યારે છેલ્લા ત્રણ મહીનામાં મ્યુ. કોર્પોરેશનનાં  વિવિધ કોન્ટ્રાકટોમાં રૂ. ૩ર લાખનો જબરો ગોટાળો ઓડીટ વિભાગે પકડી પાડી અને આ અંગેના બિલો અટકાવ્યા છે.

આ અંગે ઓડીટ વિભાગે તૈયાર કરેલા  ત્રીમાસીક રિપોર્ટમાં જણાવેલ આંકડાકીય વિગતો મુજબ બાંધકામ, ડ્રેનેજ, સોલીડ વેસ્ટ, જે.એમ.એન.યુ.આર.એમ. વોટર વર્કસ, એસ્ટેટ, રેસકોર્ષ સ્નાનાગાર અને બગીચાનાં કામોનાં જે બિલો રજુ થયા છે તેમાં નિયત બિલ કરતાં વધુ રકમો ચુકવવામાં આવ્યાની ક્ષતીઓ ખુલવા પામી છે. જેમાં બાંધકામમાં રૂ. ૧પ, ૧૦,પ૪ર નો ગોટાળો, ડ્રેનેજમા ૭,૧૭, ર૯૧નો ગોટાળો, સોલીડ વેસ્ટ મેનેજમાં પ,પર,૬૭૦નો ગોટાળો, જે.એન.એન.યુ.આર.એમ.માં ૪,ર૭,૮૦૬નો ગોટાળો તથા વોટર વર્કસ વિભાગમાં ૩પ,૯૮પની ભુલ, એસ્ટેટ વિભાગમાં ૧પ,પ૦૦, રેસકોર્ષ સ્નાનાગારમાં ૩,૪૧૯ અને બગીચામાં ૧૯૮ર વગેરે મળી કુલ રૂ. ૩ર,પપ,૧૯૦નો ગોટાળો બહાર આવતા ઉકત તમામ વાંધાજનક રકમનાં પેમેન્ટ અટકાવી ક્ષતીઓ સુધારવા જે તે વિભાગનાં અધિકારીઓને તાકીદ કરી દેવાઇ છે.

નોંધનીય છે કે ઉપરોકત કોન્ટ્રાકટોમાં બિલોની રકમના પેમેન્ટ અટકાવી ક્ષતીઓ સુધારવા જે-તે વિભાગનાં અધિકારીઓને તાકીદ કરી દેવાઇ છે.

નોંધનીય છે કે ઉપરોકત કોન્ટ્રાકટોનાં બિલોની રકમમાં કોન્ટ્રાકટની ઓન અને ડાઉનની ટકાવારીની ગણતરીમાં થયેલ ગોટાળાને કારણે વધારાનું પેમેન્ટ થઇ ગયાનો બચાવ તંત્ર  વાહકો કરી રહયા છે. (૪.૬)

(3:41 pm IST)