Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

કાલથી રેસકોર્ષ મેદાનમાં ''અર્બન વિવાહ''

લગ્નને લગતી ૧૦ હજારથી વધુ આઈટમો એક જ સ્થળે મળશે

રાજકોટ,તા.૬: આવતીકાલ તા.૭ થી ૯ ડિસેમ્બર દરમ્યાન વેડિંગ એકઝીબીશન ''અર્બન વિવાહ'' યોજાઈ રહ્યુ છે. જેમાં ગોલ્ડ- ડાયમંડ જવેલરીથી લઈને કાર્ડ કંકોત્રી સહિતની તમામ લગ્નસરા અને શુભ પ્રસંગોની ખરીદી માટેની તમામ આઈટમો અને આ પ્રસંગોને અનુરૂપ કેટરર્સ અને ટુર્સ ટ્રાવેલ્સ જેવી ફેસેલીટીઝનો સમાવેશ થાય છે.

શહેરના રેસકોર્સ મેદાનમાં યોજાઈ રહેલ આ અર્બન વિવાહ એકઝીબીશનમાં લગ્નની ઉજવણી તેમજ વેડિંગ ફેશન અને લાઈફ સ્ટાઈલ આઈટમ્સ, વિ.નો સમાવેશ થાય છે. આ વેડિંગ એકઝીબીશનમાં ૭ મીના રેમ્પવોક કોમ્પીટીશન, ફેશનશો, તા.૮ના ડાન્સ કોમ્પીટીશન તેમજ તા.૯ના લાઈવ બ્રાઈડલ મેકઅપ રાખેલ છે.

આ વેડીંગ એકઝીબીશન અર્બન વિવાહનું ઉદ્ઘાટન કાલે ઈલેકટ્રોનિકસ શોરૂમ સિમરન ઈલેકટ્રોનિકસ એન્ડ ફર્નિચરના પરમજીત કૌર, દિપ પ્રાગટ્ય નિર્મલ કૌર (જવેલ્સ બિયોન્ડ), દિપા બુટાણી (દિપાઝ લા ફેમ), કેતન ધકાણ (સહજાનંદ સિલ્ક પેલેસ), સંજીવ કોહલી (તાના બાના), પિયુષ ધોલકીયા (કોપર આર્ટ જવેલરી), હર્ષલ બાવીશી (ગૌતમ ટેક્ષટાઈલ્સ), તેમજ જયેશ રાદડીયા (રૂટસબેરી ઓરગેનિકસ)ના હસ્તે થશે. એકઝીબીશનની વધુ વિગતો માટે રોનક પટેલ મો.૭૨૨૬૦ ૯૦૯૦૯ અને દ્રષ્ટી વિઠલાણી મો.૮૧૨૮૧ ૨૮૧૧૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

(તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:33 pm IST)