Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

જીગર ચલ્લાનો ચેક પાછો ફરતા અદાલત સમક્ષ હાજર રહેવા હુકમ...

રાજકોટ, તા. ૬ : રાજકોટના કુબેર કોમ્પલેક્ષમાં આવેલ શ્રી ગુરૂદેવ શરાફી સહકારી મંડળી લી.માંથી રૂ.૪૯,૯૪૬ની લીધેલ લોનની વ્યાજ સહિતની રકમ ભરપાઈ કરવા માટે રાજકોટના જ્ઞાન જીવન સોસાયટી વિસ્તારમાં રહેતા જીગર જે. ચલ્લાએ આપેલ ચેક પરત ફરતા રાજકોટની કોર્ટમાં ''ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ''ની જોગવાઈ મુજબ ફરીયાદ દાખલ કરતા કોર્ટે આરોપી જીગર જે. ચલ્લાને પોતાના બચાવ માટે કોર્ટ રૂબરૂ હાજર રહેવા નોટીસ કરેલ છે.

આ ફરીયાદની ટુંકમાં વિગત એવી છે કે રાજકોટમાં જ્ઞાન જીવન સોસાયટી મેઈન રોડ, બંધ શેરી નં.૩, બ્રહ્મસમાજ, રૈયા રોડ પર રહેતા જીગર જે. ચલ્લાને આર્થિક જરૂરીયાત સબબ રાજકોટની શ્રી ગુરૂદેવ શરાફી સહકારી મંડળી લી.માંથી રૂ.૪૯,૯૪૬ની લોન લીધેલ જે લોનની વ્યાજ સહિત પુનઃ ચૂકવણી માટે આરોપી જીગર જે. ચલ્લાએ ફરીયાદી મંડળીને રૂ.૧,૪૫,૪૫૦નો ચેક આપેલ હતો જે ચેક ફરીયાદી મંડળીએ પોતાની બેંકમાં વટાવવા નાખેલ જે ચેક ચૂકવણા વગર પરત ફરેલ હતો. ત્યારબાદ ફરીયાદીએ કાયદેસર ડિમાન્ડ નોટીસ પાઠવવા છતાં સમય મર્યાદામાં આરોપીએ મંડળીને ચેક મુજબની રકમ ન ચૂકવતા, ફરીયાદી મંડળીએ રાજકોટના એડી. ચીફ જ્યુ. મેજી. સાહેબની કોર્ટમાં ''ધી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ''ની કલમ - ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદ કોર્ટે રજીસ્ટરે લઈ આરોપી જીગર જે. ચલ્લાને કોર્ટ રૂબરૂ હાજર રહેવા નોટીસ ઈસ્યુ કરેલ છે.

આ કામમાં ફરીયાદી મંડળી વતી રાજકોટના યુવાન ધારાશાસ્ત્રી શ્રી મલ્હાર કમલેશભાઈ સોનપાલ, શ્રી કોમલબેન કોટક તથા શ્રી અજય દાવડા રોકાયેલ છે.

(4:20 pm IST)