Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

રાજકોટમાં વિરલ વિભૂતિના જન્મોત્સવે, વિરાટ મહિલા પ્રવૃત્તિ

રાજકોટઃ પ્રમુખસ્વામી મહારાજ ૯૮મા જન્મજયંતી મહોત્સવના જયઘોષ સાથે મહોત્સવનો ગઈકાલથી પ્રારંભ થયો છે. ત્યારે આજે વિરાટ મહિલા સંમેલન યોજાયેલ છે. તે અંતર્ગત મહિલાઓ અને બાળકો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ, ૨૦૦ યુવતીઓ દ્વારા અનાથાશ્રમ અને વૃદ્ધશ્રમમાં સદ્ભાવના યજ્ઞ, ૮૦થી વધુ યુવતીઓ દ્વારા ૨૫,૦૦૦થી વધુ વસ્ત્રોનુ વિતરણ, વાળની ગૂંચ એકત્રિત કરી રૂપિયા ૧,૧૦,૦૦૦થી વધુની આર્થિક સેવા, ૨૦થી વધુ યુવતીઓએ રાખડી બનાવી આર્થિક સેવા કરી,૩૦ થી વધુ યુવતીઓએ ઘર સજાવટની વસ્તુઓ બનાવીને કરી આર્થિક સેવા જેવી પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી.

(4:02 pm IST)