Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ન્યુ રાજદિપ સોસાયટીનો ધવલ ઉર્ફ લોધો પાસા તળે સુરત જેલમાં ધકેલાયો

ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ચેક કરતાં લૂંટ, વાહન ચોરીઓના ગુનામાં સંડોવાયાનું ખુલતાં કાર્યવાહીઃ ભકિતનગર પોલીસ, પીસીબી અને ડીસીબી સ્ટાફે હુકમ તૈયાર કર્યો

રાજકોટ તા. ૬: મિલ્કત વિરૂધ્ધના ગુના આચરતા શખ્સોને પાસામાં ધકેલવાની પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની ઝુંબેશ આગળ વધી છે. અગાઉ છરી બતાવી લૂંટ કરવી, વાહન ચોરી કરવી સહિતના ગુનામાં સંડોવાઇ ચુકેલા ન્યુ રાજદિપ સોસાયટી-૧ના ધવલ ઉર્ફ લોધો કિશોરભાઇ પતરીયા (ઉ.૨૨)ને પાસા તળે સુરત જેલમાં ધકેલી દેવામાં આવ્યો છે.

ઇ-ગુજકોપ પ્રોજેકટમાં ધવલનો ગુનાહિત  ઇતિહાસ ચકાસતાં તે ગાંધીગ્રામ, માલવીયાનગર, બી-ડિવીઝન, થોરાળા અને ભકિતનગર પોલીસ મથક હેઠળ લૂંટ, વાહનચોરીઓમાં સામેલ હોવાની માહિતી મળી હતી. તે અંતર્ગત દરખાસ્ત તૈયાર થતાં શ્રી અગ્રવાલે મંજૂર કરી હતી.

ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, મહેન્દ્રસિંહ ડોડીયા, ભાવેશભાઇ મકવાણા, પીસીબીના પી.આઇ. એમ. ડી. ચંદ્રવાડીયા, પીએસઆઇ વી. જે. જાડેજા, હેડકોન્સ. રાજેશભાઇ દહેકવાડ, શૈલેષભાઇ, ઇન્દુભા, રાહુલભાઇ, અજયભાઇ, ડીસીબીના વિરેન્દ્રસિંહ જાડેજા સહિતે હુકમ તૈયાર કરવામાં અને બજવણીમાં કાર્યવાહી કરી હતી.

(3:54 pm IST)