Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

પોલીસનું રાત્રે ઠેર-ઠેર વાહન ચેકીંગઃ દારૂ પી વાહન હંકારતા પાંચ પકડાયા

યાજ્ઞિક રોડ, નહેરૂનગર અને વૈદવાડીમાં પોલીસની કાર્યવાહી

રાજકોટ તા. ૭: દિવાળીના તહેવાર અંતર્ગત પોલીસ સતત વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવી રહી છે. આ દરમિયાન ગત રાત્રે દારૂ પીવાહન હંકારતા પાંચ શખ્સો ઝપટે ચડી જતાં લોકઅપ જોવાની વેળા આવી હતી.

યાજ્ઞિક રોડ પર ધર્મેન્દ્રસિંહજી કોલેજ નજીકના રોડ પરથી રાત્રીના કરણ હરેશભાઇ વણોલ (ઉ.૨૭-રહે. ક્રિષ્ના સોસાયટી મેઇન રોડ), ધવલ હરેશભાઇ વણોલ (ઉ.૨૯-રહે. ક્રિષ્ના સોસાયટી મેઇન રોડ) તથા સચીન રમેશભાઇ માલવી (ઉ.૨૪-રહે. ઓમનગર પાસે રાજદિપ સોસાયટી-૪)ને એ-ડિવીઝન પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ સાખરા, હાર્દિકસિંહ, ધર્મેન્દ્રસિંહ, નરેશભાઇ સહિતની ટીમે દારૂ પી વાહન હંકારતા પકડી લઇ જીજે૩જે-૬૬૪૮, જીજે૩જે-૬૮૩૬ તથા જીજે૩જે-૧૬૬૨ નંબરના વાહનો કબ્જે લીધા હતાં.

જ્યારે ભકિતનગરના પીએસઆઇ પી. એમ. ધાખડા અને ટીમે પ્રદિપ વિઠ્ઠલભાઇ સતાણી (ઉ.૩૪-રહે. રાજલક્ષ્મી સોસાયટી હરિ ધવા રોડ)ને દારૂ પી જીજે૩એચપી-૪૩૩૭ નંબરનું યામાહા હંકારી નહેરૂનગર રોડ પરથી નીકળતાં પકડી લીધો હતો. માલવીયાનગરના પીએસઆઇ એચ. એમ. જાડેજા અને કલ્પેશભાઇ ચાવડાએ કિશોર ખીમજીભાઇ ગુજરાતી (ઉ.૫૪)ને દારૂ પી જીજે૩કેએમ-૯૧૭૭ નંબરનું એકટીવા હંકારી વૈદવાડી-૧માંથી નીકળતાં ધરપકડ કરી હતી.

જ્યારે બી-ડિવીઝનના પીએસઆઇ ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, હિતુભા ઝાલા, હરપાલસિંહ વાઘેલા, મહેશભાઇ સહિતે લાતી પ્લોટ-૧૦માંથી રૂ. ૧૮૦૦નો ૬ બોટલ દારૂ કબ્જે કર્યો હતો. કિશોર મનસુખભાઇ માલકીયા ભાગી ગયો હોઇ તેની શોધખોળ થઇ રહી છે.

(3:12 pm IST)
  • મહારાષ્ટ્રમાં ઔરંગબડનું નામ બદલીને સંભાજીનગર કયારે કરશો ? : સંજય રાઉતે કર્યો મુખ્યમંત્રી ફડણવીશને સવાલ : સંજય રાઉતે ટ્વીટ કર્યું કે યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દીધું : અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કર્યું તો મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર ક્યારે થશે ?:ઉસ્માનાબાદનું નામ ધારાશિવ ક્યારે થશે ?: ફડણવીશ જવાબ આપે access_time 12:10 am IST

  • મહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST

  • ભાવનગરમાં નૂતનવર્ષે જ ખેલાયો લોહીયાળ ખેલ:ગોપાલ ધર્મેશભાઈ ડાભીની હત્યા :એમ,કે,જમોડ હાઇસ્કુલ પાનવાડી પાસે એક પાનની દુકાને ઉભેલા યુવાન પર ચાર શખ્સો ઘાતક હથિયારો વડે તૂટી પડયા:જૂની અદાવતમાં હુમલો થયાનું તારણ :ઇજાગ્રસ્ત યુવાનને અત્યંત નાજુક હાલતમાં સર.ટી. હોસ્પિટલમાં ખસેડાયો :આરોપીમાં રીપલ।મોરભાઈ,ઇકબાલ અને બેલીમના નામ ખુલ્યા :હોસ્પિટલમાં લોકો ના ટોળે ટોળા ઉમટી પડયા: access_time 12:54 am IST