Gujarati News

Gujarati News

News of Thursday, 8th November 2018

ઉત્સવ ઘેલા તંત્ર વાહકોએ આંગણવાડી વર્કર બહેનોની દિવાળી બગાડીઃ ત્રણ મહીનાથી પગાર નથી થયો

વહેલી તકે પગાર કરવાં સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુની રજુઆત

રાજકોટ, તા.૭: અવાર-નવાર વિવિધ ઉત્સવો - રાજકિય કાર્યકરો પાછળ કરોડોનો ધુમાડો કરનાર અને આ કાર્યક્રમોમાં આંગણવાડી બહેનોને ફરજીયાત બોલવનાર તંત્ર વાહકોએ આંગણવાડી વર્કર કાર્યકર બહેનોની દિવાળી બગાડી છે. કેમ કે આ બહેનોને ત્રણ-ત્રણ મહીનાની પગાર નથી અપાયો.

આ અંગે સામાજીક કાર્યકર સવજીભાઇ ફળદુએ મ્યુ.કમિશ્નરને વિસ્તૃત રજૂઆત કરતાં જણાવ્યુ છે કે 'આંગણવાડી વર્કર અને કાર્યકર બહેનોને છેલ્લા ત્રણ-ત્રણ મહીનાથી પગાર નથી અપાયો પરિણામે આ બહેનોની સાતમ-આઠમના તહેવારો તો બગડયા અને હવે દિવાળી પણ બગડી છે. આથી આ બહેનોને વહેલી તકે તેઓનો બાકી નીકળતો પગાર આપવામાં આવે તેવી માંગણી સવજીભાઇએ ઉઠાવી છે.(૨૩.૯)

(3:06 pm IST)
  • મહારાષ્ટ્રમાં ઔરંગબડનું નામ બદલીને સંભાજીનગર કયારે કરશો ? : સંજય રાઉતે કર્યો મુખ્યમંત્રી ફડણવીશને સવાલ : સંજય રાઉતે ટ્વીટ કર્યું કે યોગી આદિત્યનાથે ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દીધું : અલ્હાબાદનું નામ પ્રયાગરાજ કર્યું તો મહારાષ્ટ્રમાં ઔરંગાબાદનું નામ બદલીને સંભાજીનગર ક્યારે થશે ?:ઉસ્માનાબાદનું નામ ધારાશિવ ક્યારે થશે ?: ફડણવીશ જવાબ આપે access_time 12:10 am IST

  • મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી : કોંગ્રેસે 29 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી:રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ સામે કોંગ્રેસે તેમના સાળા સંજય સિંહને વારાસવની સીટ પરથી મેદાનમાં ઉતાર્યા : નવા ચહેરા સિદ્ધાર્થ લાડા(36)ને શિવપુરી વિધાનસભા બેઠક પરથી ટિકિટ: મધ્યપ્રદેશના મંત્રી અને પૂર્વ ગ્વાલિયર રાજઘરાણાના વંશજ યશોધરા રાજે સિંધિયા(ભાજપ) સાથે મુકાબલો થશે access_time 11:52 pm IST

  • મહાગઠબંધન થવું જ જોઈએ :સરકાર કોંગ્રેસના બહારથી સમર્થનથી પણ બની શકે છે :ચંદ્રાબાબુ નાયડુની ગર્ભિત વાણી : નાયડુએ આરોપ લગાવ્યો કે સીબીઆઈ અને આરબીઆઇ સહિતની સંસ્થાઓનો ભાજપની એનડીએ સરકાર નુકશાન પહોંચાડી રહી છે :બેગલુરૂમાં તેલુગુ દેશમ પાર્ટીના અધ્યક્ષ અને આધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુએ એચડી દેવગૌડા અને કુમારસ્વામીની લીધી મુલાકાત access_time 12:57 am IST