Gujarati News

Gujarati News

News of Thursday, 11th October 2018

ચાંદો ઉગ્યો ચોકમાં... પ્રથમ રઢીયાળી રાતે રઘુવંશી રાસોત્સવની જમાવટ

રાજકોટઃ અકિલા રઘકુવંશી પરિવાર રાસોતસવમાં ખેલૈયાઓ ઉમટી પડ્યા હતા.  માં જય આધ્યશકિતની આરતીથી માતાના આ પર્વનો શુભારંભ થયેલ ત્યારે ગ્રાઉન્ડકમાં ઉપસ્થિત નાના- મોટા સૌ ના ચહેરા ઉપર એક અનોખા આનંદની ચમક જોવામાં આવી રહી હતી. ઢોલ ઉપર પ્રથમ દાંડી જયાં પડી ત્યાં શરણાઈના સૂર છેડાયા અને સુમધુર કોકિલ કંઠે શરૂ થયું ચાંદો ઊગ્યો ચોકમાં.... અને એ સાથે જ યુવાધન ઝૂમી ઉઠ્યું. એક પછી એક પ્રાચીન અર્વાચીન ગરબા અને ગીતોના સંગાથે નાના – મોટા સૌ મનમૂકી ને સતત બે – બે કલાકના અંતરે ખૂબ જ રમ્યા. અવનવા સ્ટેપ અને સ્ટાઇલથી જોનારાઓને દંગ કરી દીધા હતા.  ડો. અનંતભાઈ રૂપારેલ,  રૂપેશભાઈ દત્તાણી, રમેશભાઈ ધામેચા, પરાગભાઈ દેવાણી, મહેશભાઇ વિઠલાણી, રાજભાઈ જટાણીયા, નિલેષભાઈ ચન્નાબાબા, નયનાબેન જોબનપુત્રા, ગીતાબેન લાખાણી, વિશાલ કારીયા, કોમલબેન કારીયા, કમલેશભાઈ તન્ના, હેમાંગીબેન તન્નાએ આરતીનો લાભ.

આજનાં ખેલૈયાઓમાંથી પ્રથમ પ્રિન્સ – પ્રિન્સેસ, બાલ ખેલૈયાઓ તથા સિનિયર સિટીજન અને કોન્સોલેસન પ્રાઇસ થી નવાજવામાં આવેલ હતા. જેમાં આજનાં નિર્ણાયકની ભૂમિકામાં મીનાબેન રૂપારેલ, રૂપેશભાઈ દત્તાણી, રાજભાઈ જટાણીયા વગેરેએ સેવા આપી હતી.

(3:52 pm IST)